________________
૪૬૮
શ્રીમદ્ રાજચંદ્ર સમ વર્તે છે; અજ્ઞાની હર્ષવિષાદને પ્રાપ્ત થાય છે.
જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં તે સ્ત્રી આદિ પરિગ્રહને પણ અપ્રસંગ છે. તેથી ન્યૂન ભૂમિકાની જ્ઞાનદશામાં (થે, પાંચમે ગુણસ્થાનકે જ્યાં તે યુગને પ્રસંગ સંભવે છે, તે દશામાં) વર્તતા જ્ઞાની સમ્યફદ્રષ્ટિને સ્ત્રીઆદિ પરિગ્રહની પ્રાપ્તિ થાય છે.
૬૦૪
મુંબઈ, જેઠ સુદ ૧૨, બુધ, ૧૯૫૧
મુનિને વચનેનું પુસ્તક (તમે પત્રાદિનો સંગ્રહ લખે છે તે) વાંચવાની ઈચ્છા રહે છે. મેકલવામાં અડચણ નથી. એ જ વિનંતી.
આ૦ સ્વ. પ્રણામ. ૬૦૫
મુંબઈ, જેઠ વદ ૨, ૧૫૧ સવિગત પત્ર લખવાને વિચાર હતું, તે પ્રમાણે પ્રવૃત્તિ થઈ શકી નથી. હાલ તે તરફ કેટલી સ્થિરતા થવી સંભવે છે? ચોમાસું ક્યાં થવું સંભવે છે? તે જણાવવાનું થાય તે જણાવશેજી.
પત્રમાં ત્રણ પ્રશ્નો લખ્યાં હતાં, તેને ઉત્તર સમાગમે થઈ શકવા ગ્ય છે. વખતે ચેડા વખત પછી સમાગમગ બને.
વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસમ્મુખતા, તથા તેની દૃઢ ઈચ્છા પણ તે હર્ષવિષાદને ટાળે છે.
૬૦૬ મુંબઈ, જેઠ વદ ૫, બુધ, ૧૯૫૧ સર્વને વિષે સમભાવની ઈચ્છા રહે છે. એ શ્રીપાળને રાસ કરતાં, જ્ઞાન અમૃત રસ વૃઢ્યો રે, મુજ –શ્રી યશોવિજયજી. પરમ સનેહી શ્રી ભાગ, શ્રી સાયેલા.
તીવ્ર વૈરાગ્યવાનને, જે ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણી વાર ફળીભૂત થાય છે, તેવા ઉદયના પ્રસંગ જોઈ ચિત્તમાં અત્યંત ઉદાસપણું આવે છે. આ સંસાર કયા કારણે પરિચય કરવા યોગ્ય છે? તથા તેની નિવૃત્તિ ઈચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધવશાત્ તેને પ્રસંગ રહ્યા કરતું હોય તે તે પ્રારબ્ધ બીજે કઈ પ્રકારે ત્વરાએ વેદી શકાય કે કેમ? તે તમે તથા શ્રી ડુંગર વિચાર કરીને લખશે.
જે તીર્થંકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે, તે તીર્થકરને અત્યંત ભક્તિએ નમસ્કાર હે !
નહીં ઈચ્છવામાં આવતાં છતાં જીવને ભેગવવું પડે છે, એ પૂર્વકર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. એ જ વિનંતી.
આ૦ સ્વ૦ બન્નેને પ્રણામ.
૬૦૭
મુંબઈ, જેઠ વદ ૭, ૧૫૧ શ્રી મુનિ,
જંગમની જુક્તિ તે સર્વે જાણીએ, સમીપે રહે પણ શરીરને નહીં સંગ જે એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તે પડે ભજનમાં ભંગ જે
–ઓધવજી અબળા તે સાધન શું કરે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org