________________
વર્ષ ૨૮ મું
૪૩૫ છે, અને તેથી વિચારદશાને વેગ પણ સદ્ગુરુ, સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતું નથી, તેવા કાળમાં કૃષ્ણદાસ વિચારદશાને ઇચ્છે છે, એ વિચારદશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે; અને તેવા જીવને ભય, ચિંતા, પરાભવાદિ ભાવમાં નિજબુદ્ધિ કરવી ઘટે નહીં, તે પણ ધીરજથી તેમને સમાધાન થવા દેવું અને નિર્ભય ચિત્ત રખાવવું ઘટે છે.
૫૩૭ મુંબઈ, કારતક સુદ ૭, શનિ, ૧૯૫૧
શ્રી સત્યુને નમસ્કાર શ્રી સ્તંભતીર્થવાસી મુમુક્ષુજને પ્રત્યે,
શ્રી મેહમયી ભૂમિથી . . . . . . ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે મુમુક્ષુ અંબાલાલનું લખેલ પત્ર ૧ આજે પ્રાપ્ત થયું છે.
કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને, તમારાં સૌનાં મનમાં ખેદ રહે છે, તેમ બનવું સ્વાભાવિક છે. જો બને તે ગવાસિષ્ઠ ગ્રંથ ત્રીજા પ્રકરણથી તેમને વંચાવશે, અથવા શ્રવણ કરાવશે; અને પ્રવૃત્તિક્ષેત્રથી જેમ અવકાશ મળે તથા સત્સંગ થાય તેમ કરશે. દિવસના ભાગમાં તે વધારે વખત અવકાશ લેવાનું બને તેટલે લક્ષ રાખ ગ્ય છે.
સમાગમની ઈચ્છા સૌ મુમુક્ષુ ભાઈઓની છે એમ લખ્યું તે વિષે વિચારીશ. માગશર મહિનાના છેલ્લા ભાગમાં કે પિષ મહિનાના આરંભમાં ઘણું કરી તેને વેગ સંભવે છે.
કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે. કેમકે મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હાય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કઈ ઉદય હોય તે પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતે છે, એ વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે અને જ્ઞાનપ્રાપ્તિને કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયને હેતુ છે અને લેકને પ્રસંગ કરવા ગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.
મહાત્મા શ્રી તીર્થંકરે નિગ્રંથને પ્રાપ્તપરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિષહનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ એવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે, કે કઈ ઉદયગનું બળવાનપણું હોય અને સત્સંગ, સત્પરુષને વેગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણે ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હોય, મુઝવણુ આવી જતી હોય, તે પણ ધીરજ રાખવી, સત્સંગ, સપુરુષને વેગ વિશેષ વિશેષ કરી આરાધે; તે અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે; કેમકે નિશ્ચય જે ઉપાય છે, અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તે પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે ? એક માત્ર પૂર્વકર્મયોગ સિવાય ત્યાં કેઈ તેને આધાર નથી. તે તે જે જીવને સત્સંગ, સપુરુષને વેગ થયે છે અને પૂર્વકર્મનિવૃત્તિ પ્રત્યે પ્રજન છે, તેને ક્રમે કરી ટળવા જ એગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષહ કહ્યો છે. અત્ર અમે સંક્ષેપમાં તે બેય પરિષહનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષહનું સ્વરૂપ જાણ સત્સંગ, સત્પરુષના ગે, જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એ નિશ્ચય રાખી, યથાઉદય જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે, પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી, કે સત્સંગ, સપુરુષના ગે પ્રમાદ હેતુએ વિલંબ કરે તે ધીરજ છે, અને ઉદય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા ગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org