________________
૪૩૬
શ્રીમદ્ રાજચંદ્ર શ્રી તીર્થંકરાદિએ કરી ફરી ને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તે સહજ મેક્ષ છે, નહીં તે અનંત ઉપાય પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પિતાથી પિતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા ગ્ય છે? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા ગ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયેગે આ જીવ પિતાને, પિતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે, અને તે સાધન પણ જીવ જે પિતાના પુરુષાર્થને તેમાં ગાવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ છવમાં પરિણામ પામે છે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતિ.
આ૦ d૦ પ્રણામ.
પ૩૮ મુંબઈ, કાર્તિક સુદ ૯, બુધ, ૧૯૫૧ બે પત્ર પ્રાપ્ત થયાં છે.
છૂટા મનથી ખુલાસે અપાય એવી તમારી ઈચ્છા રહે છે, તે ઈચછા હોવાને લીધે જ છૂટા મનથી ખુલા આપવાનું બન્યું નથી, અને હવે પણ તે ઈચ્છા નિરોધ્યા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. અમે છૂટા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણુને ઈચ્છા નિરોધવી ઘટે નહીં, પણ સત્પષના સંગનું માહાસ્ય જળવાવા તે ઈરછા શમાવવી ઘટે છે, એમ વિચારીને શમાવવી ઘટે છે. સત્સંગની ઈચ્છાથી જ જે સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિ સુધારણાની ઈચ્છા રહેતી હોય તેપણ હાલ જતી કરવી એગ્ય છે, કેમકે અમને એમ લાગે છે કે વારંવાર તમે લખે છે, તે કુટુંબમેહ છે, સંક્લેશ પરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે; અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય છે તેથી તેને રસ્તે કરવાને બદલે એમ થાય છે કે, આવી નિદાનબુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યકત્વને રોધ રહે ખરે, એમ વિચારી ઘણું વાર ખેદ થઈ આવે છે, તેને લખવું તે તમને યોગ્ય નથી.
૫૩૯ મુંબઈ, કાર્તિક સુદ ૧૪, સેમ, ૧૯૫૧ સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જે નિજબુદ્ધિ કરે તે પરિભ્રમણદશા પામે છે અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તે પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એ માર્ગ વિચાર અવશ્યન છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે, અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છેડી તે શિષ્ય વિષે પિતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org