________________
વર્ષ ૨૮ મું
૪૪૩ છે, અને તમને તેવી જ સ્થિતિમાં જવાને જેટલી મારી ઈચ્છા છે, અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે, તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી; પણ પૂર્વના કેઈ તેવા જ ઉદયને લીધે તમને તે વાત વિસર્જન થઈ પાછી અમને જણાવવાની ઈચ્છા રહ્યા કરે છે
તે બે પ્રકારની યાચનામાં પ્રથમ જણાવી છે તે યાચના તે કઈ પણ નિકટભવીને કરવી ઘટે જ નહીં, અને અલ્પમાત્ર હોય તે પણ તેને મૂળથી છેવી ઘટે; કેમકે લેકેત્તર મિથ્યાત્વનું તે સબળ બીજ છે. એવો તીર્થંકરાદિન નિશ્ચય છે. તે અમને તે સપ્રમાણ લાગે છે. બીજી યાચના છે તે પણ કર્તવ્ય નથી, કેમકે તે પણ અમને પરિશ્રમને હેતુ છે. અમને વહેવારને પરિશ્રમ આપીને વહેવાર નિભાવ એ આ જીવની વૃત્તિનું ઘણું જ અલ્પત્વ બતાવે છે, કેમકે અમારા અર્થે પરિશ્રમ વેઠી તમારે વહેવાર ચલાવી દેવો પડતે હોય તે તે તમને હિતકારી છે, અને અમને તેવા દુષ્ટ નિમિત્તનું કારણ નથી; એવી સ્થિતિ છતાં પણ અમારા ચિત્તમાં એ વિચાર રહે છે કે,
જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવું દેવું થાય, એ વહેવાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું અથવા વહેવારિક સંબંધી દ્વારાદિથી કરવું, પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તે પરિશ્રમ આપીને ન કરવું, કેમકે જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્દભવ થવી સંભવેકદાપિ અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છે, તથાપિ કાળ એ છે કે, જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તે સામા જીવને વિષમતા ઉદ્ભવ ન થાય; અને અશુદ્ધ વૃત્તિવાન જીવ પણ તેમ વર્તી પરમપુરુષના માર્ગને નાશ ન કરે. એ આદિ વિચાર પર મારું ચિત્ત રહે છે. તે પછી જેનું અમારાથી પરમાર્થબળ કે ચિત્તશુદ્ધિપણું ઓછું હોય તેણે તે જરૂર તે માર્ગણુ બળવાનપણે રાખવી, એ જ તેને બળવાન શ્રેય છે, અને તમ જેવા મમક્ષ પુરુષે તે અવશ્ય તેમ વર્તવું ઘટે, કેમ કે તમારું અનુકરણ સહેજે બીજા મુમુક્ષુઓને હિતાહિતનું કારણ થઈ શકે. પ્રાણુ જવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી ઘટે છે, એ અમારો વિચાર તે તમારા આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા પ્રત્યે જતાં પણ મટતું નથીપણ સામે વધારે બળવાન થાય છે. આ વિષય પરત્વે તમને વિશેષ કારણે આપી નિશ્ચય કરાવવાની ઈચ્છા છે, અને તે થશે એમ અમને નિશ્ચય રહે છે.
આ પ્રમાણે તમારા અથવા બીજા મુમુક્ષુ જીવના હિતની અર્થે મને જે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. આટલું જણાવ્યા પછી મારા પિતાને મારા આત્માર્થે તે સંબંધમાં કંઈક બીજો પણ વિચાર રહે છે તે લખવો ઘટતે નહેતે પણ તમારા આત્માને કંઈક અમે દૂભવવા જેવું લખ્યું છે, ત્યારે તે લખવો ઘટારત ગણી લખ્યો છે, તે આ પ્રમાણે છે કે, જ્યાં સુધી પરિગ્રહાદિનું લેવું દેવું થાય એ વહેવાર મને ઉદયમાં હોય ત્યાં સુધી જે કોઈ પણ નિષ્કામ મુમુક્ષુ કે સત્પાત્ર જીવની તથા અનુકંપાયોગ્યની જે કાંઈ અમારાથી તેને જણાવ્યા સિવાય તેની સેવાચાકરી થઈ શકે તે દ્રવ્યાદિ પદાર્થથી પણ કરવી, કેમકે એ માર્ગ છેષભાદિ મહાપુરુષે પણ કયાંક ક્યાંક જીવની ગુણનિષ્પન્નતાર્થે ગયે છે; તે અમારા અંગેના વિચારને છે અને તેવી આચરણ સપુરુષને નિષેધ નથી. પણ કઈ રીતે કર્તવ્ય છે. માત્ર સામા જીવને પરમાર્થને રોધ કરનાર તે વિષ સેવાચાકરી થતાં હોય તો તેને પુરુષે પણ ઉપશમાવવાં જોઈએ.
અસંગતા થવા કે સત્સંગના જંગનો લાભ પ્રાપ્ત થવા તમારા ચિત્તમાં એમ રહે છે કે કેશવલાલ, ચંબક વગેરેથી ગૃહવ્યવહાર ચલાવી શકાય તે મારાથી છૂટી શકાય તેવું છે. બીજી રીતે તે વ્યવહારને તમે છોડી શકે તેવું કેટલાંક કારણથી નથી, તે વાત અમે જાણીએ છીએ, છતાં ફરી ફરી તમારે લખવી યોગ્ય નથી, એમ જાણું તેને પણ નિષેધી છે. એ જ વિનંતિ.
પ્રણામ પ્રાપ્ત થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org