________________
પ૬૪
વર્ષ ૨૮ મું
પ૬૩ મુંબઈ, માહ સુદ ૮, રવિ, ૧૫૧ પત્ર પ્રાપ્ત થયું છે. વિસ્તારથી પત્ર લખવાનું હાલમાં બની શકતું નથી તે માટે ચિત્તમાં કંઈક ખેદ થાય છે, તથાપિ પ્રારબ્ધદય સમજી સમપણું કરું છું.
તમે પત્રમાં જે કંઈ લખ્યું છે, તે પર વારંવાર વિચાર કરવાથી, જાગૃતિ રાખવાથી, જેમાં - પંચ વિષયાદિનું અશુચિ સ્વરૂપ વર્ણવ્યું હોય એવાં શાસ્ત્રો અને સત્પરુષનાં ચરિત્રે વિચારવાથી તથા કાર્યું કાર્ય લક્ષ રાખી પ્રવર્તવાથી જે કંઈ ઉદાસભાવના થવી ઘટે તે થશે.
લિ. રાયચંદના પ્રણામ.
મુંબઈ, માહ સુદ ૮, રવિ, ૧૫૧ અત્રે આ વખતે ત્રણ વર્ષ ઉપરાંત પ્રવૃત્તિનો ઉદય વેદ્યો છે. અને ત્યાં આવ્યા પછી પણ થડા દિવસ કંઈ પ્રવૃત્તિને સંબંધ રહે, એથી હવે ઉપરામતા પ્રાપ્ત થાય તે સારું, એમ ચિત્તમાં રહે છે. બીજી ઉપરામતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે. પણ તમારે તથા શ્રી ડુંગર વગેરેને સમાગમ થાય તો સારું એમ ચિત્તમાં રહે છે, માટે શ્રી ડુંગરને તમે જણાવશે અને તેઓ વવાણિયા આવી શકે તેમ કરશો. કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે. જરૂર આવી શકે તેમ કરશે.
લિ. રાયચંદના પ્રણામ.
પ૬૫ મુંબઈ, ફાગણ સુદ ૧૨, શુક, ૧૯૫૧ જે પ્રકારે બંધનથી છુટાય તે પ્રકારે પ્રવર્તવું, એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરે એ છૂટવાને એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલે જ્ઞાની પુરુષને માર્ગ સમજવાને સમય સમીપ પ્રાપ્ત થશે.
આ૦ સ્વ. પ્રણામ.
પદ૬
મુંબઈ, ફાગણ સુદ ૧૩, ૧૯૫૧ અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરે જેને યેગ્ય જણાતું ન હોય અને તે વ્યવહારને સંબંધ નિવૃત્ત કરતાં તથા એ છે કરતાં વિશેષ કાળ વ્યતીત થયા કરતા હોય તે તે કામ અલ્પ કાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે ? સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણને હેતુ થાય એવું ક૯૫વું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થંકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શેળે છે. તે સંસારનાં મુખ્ય કારણ પ્રેમબંધન તથા ટ્રેષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાને અવકાશ પ્રાપ્ત થતી નથી, અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદને હેતુ છે, અને તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં અત્યંત કઠણ એવો મેહ છે.
સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના શ્રેષથી છુટાય નહીં, અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વતી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકર વ્રત છે. જે કેવળ પ્રેમને ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તવું કરાય તે કેટલાક ઇવેની દયાને, ઉપકારનો, અને સ્વાર્થને ભંગ કરવા જેવું થાય છે અને તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org