________________
વર્ષ ૨૮ મું
૪૫૧ કેઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી, અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એ પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે.
જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તે પછી બીજા છ કયા પ્રાગે દેહને નિત્ય કરી શકશે ?
શ્રી જિનને એ અભિપ્રાય છે, કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. જીવને અનંતા પર્યાય છે અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એ શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમ જ યોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતાં તેવું ભાસે છે.
જીવ વિષે, પ્રદેશ વિષે, પર્યાય વિષે, તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષેને યથાશક્તિ વિચાર કરે. જે કંઈ અન્ય પદાર્થને વિચાર કરે છે તે જીવના મોક્ષાર્થે કરે છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરે નથી.
૫૬૯
મુંબઈ, ફાગણ વદ ૩, ૧૫૧ શ્રી સત્યુને નમસ્કાર સર્વ ફ્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસ...સંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસ...સંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાને અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મેક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.
જે જી મેહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તે જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવા હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જે આત્મજ્ઞાન ન થાય તે સર્વ પદાર્થને જ્ઞાનનું નિષ્ફળપણું છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.
કઈ પણ તથારૂપ જગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તે તેને મોક્ષ વિશેષ દૂર નથી.
અન્ય પરિણામમાં જેટલી તાદામ્યવૃત્તિ છે, એટલે જીવથી મક્ષ દૂર છે.
જે કઈ આત્મગ બને તે આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાય મનુષ્યદેહ વિના આત્મજોગ બનતું નથી એમ જાણું, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરે ઘટે.
વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્યપરિચયથી પાછો વળે તે સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગપ્રસંગને ઘેરા વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને હીનસત્વ થયે હેવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગને આશ્રય કરે તે કઈ રીતે પુરુષાર્થગ્ય થઈ વિચારદશાને પામે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org