________________
શ્રીમદ્ રાજચંદ્ર તે પ્રસંગ હોય તે પણ બાહ્ય કારણ પર જવા કરતાં અંતર્ધર્મ પર પ્રથમ જવું એ શ્રેયરૂપ છે, તે વિસર્જન થવા દેવા યોગ્ય નથી.
રેવાશંકરભાઈ આવ્યેથી લગ્નપ્રસંગમાં જેમ તમારું અને તેમનું ધ્યાન બેસે તે પ્રમાણે કરવામાં અડચણ નથી. પણ આટલે લક્ષ રાખવાને છે કે બાહ્ય આડંબર એ કંઈ ઈચ્છા જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થને બાધ થાય. રેવાશંકરભાઈને એ ભલામણ આપીએ છીએ, અને તમને પણ એ ભલામણ આપીએ છીએ. આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં રાખવા ગ્ય છે; દ્રવ્યત્યયાર્થે નહીં, પણ પરમાર્થ અર્થે.
| અમારું કલ્પિત માહાભ્ય કયાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે. બાકી એમ પણ છે કે કોઈ જીવને સંતોષ પરમાર્થ સચવાઈ કરી અપાય છે તેમ કરવામાં અમારી ઈચ્છા છે. એ જ વિનંતી.
પ્રણામ.
૫૫૫ મુંબઈ, પિષ સુદ ૧૦, રવિ, ૧૯૫૧ પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિષે જીવ ઈએ નહીં, અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં, કે ત્યાગબુદ્ધિ છતાં ત્યાગતાં ત્યાગતાં કાળ વ્યય કરવાનું થાય, તે સૌ વિચાર છે કેવી રીતે દૂર કરવા ? અલ્પ કાળમાં તેમ કેવી રીતે બને? તે વિષે તે પત્રમાં લખવાનું થાય તે કરશે. એ જ વિનંતી.
૫૫૬ મુંબઈ, પિષ વદ ૨, રવિ, ૧૯૫૧
પરમપુરુષને નમસ્કાર પરમ સ્નેહી શ્રી ભાગભાઈ, શ્રી મોરબી.
ગઈ કાલે એક પત્ર પ્રાપ્ત થયું હતું, તથા એક પત્ર આજે પ્રાપ્ત થયું છે.
બ્રહ્મરસ સંબંધી નડિયાદવાસી વિષે લખેલી વિગત જાણી છે; તથા સમકિતની સુગમતા. શાસ્ત્રમાં અત્યંત કહી છે, તે તેમ જ હોવી જોઈએ એ વિષે લખ્યું તે વાંચ્યું છે. તથા ત્યાગ અવસર છે, એમ લખ્યું તે પણ વાંચ્યું છે. ઘણું કરી માહ સુદ બીજ પછી સમાગમ થશે, અને ત્યારે તે માટે જે કંઈ પૂછવા ગ્ય હોય તે પૂછશે. - હાલ જે મેટા પુરુષના માર્ગ વિષે તમારા ૧ પત્રમાં લખવાનું થાય છે, તે વાંચીને ઘણો સંતોષ થાય છે.
આ૦ સ્વ. પ્રણામ.
૫૫૭ મુંબઈ, પિષ વદ ૯, શનિ, ૧૫૧ મિથ્યા જગત વેદાંત કહે છે તે ખોટું શું છે?
૫૫૮ મુંબઈ, પોષ વદ ૧૦, રવિ, ૧૯૫૧ વિષમ સંસારબંધન છેદીને ચાલી નીકળ્યા તે પુરુષને અનંત પ્રણામ.
માહ સુદ એકમ બીજ પર વખતે નીકળાય તે પણ ત્રણ દિવસ રસ્તામાં થાય તેમ છે, પણ માહ સુદ બીજ પર નીકળાય તે સંભવ નથી. સુદ પાંચમ પર નીકળાય તેવા સંભવ છે. વચ્ચે ત્રણ દિવસ થવાના છે, તે ન ચાલતાં રેકાવાનું કારણ છે. ઘણું કરી સુદ ૫ મે નિવૃત્ત થઈ સુદ ૮ મે વવાણિયે પહોંચી શકાય તેમ છે; એટલે બાહ્ય કારણ જોતાં લીમડી આવવાનું ન બની શકે તેવું છે; તેપણ કદાપિ એક દિવસ વળતા અવકાશ મેળવ્યો હોય તે મળી શકે, પણ આંતરકારણ જુદું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org