________________
શ્રીમદ્ રાજચંદ્ર રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારે માટે મારે કર હોય તો પણ મારા ચિત્તમાં અન્યભાવ આવે નહીં. પણ તમે દુઃખ સહન ન કરી શકે તથા વ્યવસાય મને જણવો એ વાત કઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી કેમકે રવજીભાઈને તેવી પરમાર્થ ઈચ્છા નથી અને તમને છે, જેથી તમારે આ વાત પર જરૂર સ્થિર થવું. આ વાતને વિશેષ નિશ્ચય રાખજે.
કંઈક આ પત્ર અધૂરો છે જે ઘણું કરી આવતી કાલે પૂરો થશે.
- ૫૪૯
માકુભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિષે અધીરજથી, આર્ત જેવાં પરિણામથી, પરની આજીવિકાને ભંગ થાય છે તે જાણ્યા છતાં, રાજકાજમાં અ૫ કારણુમાં વિશેષ સંબંધ કરવા ગ્ય નહીં તે થાય એવું કારણ છતાં, જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિને પણ વિશેષ લાભ નથી છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે? તેવા વિકલ્પને તમ જેવા પુરુષ મેળો નહીં પાડી શકે, તે આ દુષમકાળમાં કોણ સમજીને શમાઈ રહેશે?
કેટલીક રીતે નિવૃત્તિને અર્થે, અને સત્સમાગમને અર્થે તે ઈચ્છા રાખે છે તે વાત લક્ષમાં છે; તથાપિ એકલી જ જે તે ઈચ્છા હોય તે આ પ્રકારની અધીરજ આદિ હવાયેગ્ય ન હોય.
માકુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી. જેમ થાય તેમ જોયા કરવું એ જ યંગ્ય છે. આ વિષે જેટલે ઠપકે લખે જોઈએ તેટલે લખ્યો નથી, તે પણ વિશેષતાથી આ ઠપકે વિચારશે.
૫૫૦ મુંબઈ, માગશર વદ ૧૧, રવિ, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સભાગ,
ગઈ કાલે તમારું લખેલું પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી પરમ દિવસે પત્ર ૧ લખ્યું છે તે તમને પ્રાપ્ત થયું હશે. તથા તે પત્ર ફરી ફરીને વિચાર્યું હશે; અથવા વિશેષ કરી વિચારવાનું અને તે સારું.
એ પત્ર અમે સંક્ષેપમાં લખ્યું હતું, તેથી વખતે તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય, એ માટે છેવટે તેમાં લખ્યું હતું કે આ પત્ર અધૂરું છે. અને તેથી બાકી લખવાનું આવતી કાલે થશે.
આવતી કાલે એટલે ગઈ કાલે તે પત્ર લખવાની કંઈક ઈચ્છા છતાં આવતી કાલે એટલે આજે લખવું તે ઠીક છે, એમ લાગવાથી ગઈ કાલે પત્ર લખ્યું નહોતું.
ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે, તે વિચારવાન જીવને આત્માના પરમહિનસ્વી થાય તેવા આશય છે. એ ઉપદેશ અમે તમને ઘણી વાર સહજસહજ કર્યો છે, છતાં તે ઉપદેશ આજીવિકાના કણક્લેશથી તમને ઘણી વાર વિસર્જન થયે છે, અથવા થઈ જાય છે. અમારા પ્રત્યે માવતર જેટલે તમારે ભક્તિભાવ છે, એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને તથા દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેવા વહેવારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છે – એક તે કંઈ સિદ્ધિયેગથી દુઃખ મટાડી શકાય તેવા આશયની, અને બીજી યાચના કંઈ વેપાર રોજગારાદિની. બેમાંની એકે યાચના તમારી અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ રેિધનાર, અને અનુક્રમે મલિન વાસનાને હેતુ થાય; કેમકે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે કરે છે તે ભૂમિકાને તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઈ સંદેહ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. તેમ ન બને તે પણ એક અક્ષર અમારી પાસે તે તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાગ ગ્ય
૧. આંક ૫૫૦. ૨. આંક ૫૪૮.
Jain' Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org