________________
વર્ષ ૨૮ મું
૫૩૩
મુંબઈ, કાર્તિક સુદ ૧, ૧૫૧ મતિજ્ઞાનાદિનાં પ્રશ્નો વિષે સમાધાન પત્ર દ્વારાએ થવું કઠણ છે. કેમ કે તેને વિશેષ વાંચવાની કે ઉત્તર લખવાની પ્રવૃત્તિ હમણું થઈ શક્તી નથી.
મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું જેમાં કઠણ છે એવા દુષમ કાળમાં તમ સૌ પ્રત્યે અનુકંપા ઘટે છે એમ વિચારી લેકના આવેશે પ્રવૃત્તિ કરતાં તમે પ્રશ્નાદિ લખવારૂપ ચિત્તમાં અવકાશ આપે એ મારા મનને સંતોષ થયે છે.
નિષ્કપટ દાસાનુદાસભાવે - ૫૩૪ મુંબઈ, કાર્તિક સુદ ૩, બુધ, ૧૫૧
શ્રી પુરુષને નમસ્કાર શ્રી સૂર્યપુરસ્થિત, વૈરાગ્યચિત્ત, સત્સંગગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે,
શ્રી મેહમયી ભૂમિથી જીવન્મુક્તદશાઈચ્છક શ્રી........ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે તમારા લખેલા ત્રણ પત્રો થોડા થોડા દિવસને અંતરે પહોંચ્યાં છે.
આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયે છે, અને તે યોગે કરી તેની પરમાર્થદ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થને દૃઢાગ્રહ થયે છે અને તેથી બધ પ્રાપ્ત થવાના યેગે પણ તેમાં બે પ્રવેશ થાય એ ભાવ ક્રુર નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે “હે નાથ ! હવે મારી કેઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org