________________
વર્ષ ર૭
ર૫ ઉ૦-(૧) જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એકસ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એકસ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એ નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કઈ પણ સંગાથી થઈ શકી ન હોય, તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કઈ પણ સંયોગથી બની શકે એમ જણાતું નથી. કેમકે જડના હજારેગમે સંગે કરીએ તે પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા ગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એ સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તોપણ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તે પછી તેવા પદાર્થના સંગે આત્મા કે જેને જ્ઞાની પુરુષે મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળે કહે છે, તે તેવા (ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી, ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા ગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસ્ત્રગમે પ્રમાણે આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. તેમ જ તેને વિશેષ વિચાર કર્યો સહજ સ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખદુઃખાદિ ભેગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળો છે; અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઈ પણ દેષ કે બાધ જણાતું નથી, પણ સત્યને સ્વીકાર થયારૂપ ગુણ થાય છે.
આ પ્રશ્ન તથા તમારાં બીજાં કેટલાંક પ્રશ્નો એવાં છે કે, જેમાં વિશેષ લખવાનું તથા કહેવાનું અને સમજાવવાનું અવશ્ય છે. તે પ્રશ્ન માટે તેવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બનવું હાલ કઠણ હોવાથી પ્રથમ “ષદર્શનસમુરચય ગ્રંથ તમને એક હતું કે જે વાંચવાનું વિચારવાથી તમને કંઈ પણ અંશે સમાધાન થાય, અને આ પત્રમાં પણ કંઈ વિશેષ અંશે સમાધાન થાય એટલું બની શકે. કેમકે તે સંબંધી અનેક પ્રશ્નો ઊઠવા ગ્ય છે, જે ફરી ફરી સમાધાન પ્રાપ્ત થવાથી, વિચારવાથી સમાવેશ પામે એવી પ્રાયે સ્થિતિ છે.
(૨) જ્ઞાનદશામાં, પિતાના સ્વરૂપના યથાર્થબોધથી ઉત્પન્ન થયેલી દિશામાં તે આત્મા નિજભાવને એટલે જ્ઞાન, દર્શન (યથાસ્થિત નિર્ધાર) અને સહજસમાધિપરિણામને કર્તા છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લેભ એ આદિ પ્રકૃતિને કર્તા છે, અને તે ભાવનાં ફળને ભક્તા થતાં પ્રસંગવશાત્ ઘટપટાદિ પદાર્થને નિમિત્તપણે કર્તા છે, અર્થાત્ ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યને તે કર્તા નથી, પણ તેને કેઈ આકારમાં લાવવારૂપ ક્રિયાને કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે; વેદાંત ભ્રાંતિ કહે છે તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટપટાદિને તથા કોધાદિનો કર્તા થઈ શકતું નથી, માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાનપરિણામને જ કર્તા છે, એમ સ્પષ્ટ સમજાય છે.
(૩) અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હોઈ વખતને વેગ પામી ફળરૂપ વૃક્ષપરિણામે પરિણમે છે; અર્થાત્ તે કર્મો આત્માને ભેગવવાં પડે છે. જેમાં અગ્નિના સ્પર્શે ઉષ્ણપણને સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણુએ જન્મ, જરા, મરણદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશે, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશે, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યું જીવને મેક્ષદશા પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org