________________
વર્ષ ૨૭ મું
૭ ભગવાને જીવને પ્રસંગ પણ આવે છે, તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે, એવું કાંઈ નથી. પથ્થરરૂપ કાયા ધારણ કરે, અને તેમાં પણ અવ્યક્તપણે જીવ જીવપણે જ હોય છે. બીજી ચાર ઈન્દ્રિયનું ત્યાં અવ્યક્ત(અપ્રગટ)પણું હોવાથી પૃથ્વીકાયરૂપ જીવ કહેવા ગ્ય છે. અનુક્રમે તે કર્મ ભેગવી જીવ નિવૃત્ત થાય છે ત્યારે, ફક્ત પથ્થરનું દળ પરમાણુરૂપે રહે છે, પણ જીવ તેના સંબંધથી ચાલ્યા જવાથી આહારાદિ સંજ્ઞા તેને હોતી નથી, અર્થાત્ કેવળ જડ એ પથ્થર જીવ થાય છે એવું નથી. કર્મને વિષમપણથી ચાર ઇન્દ્રિયને પ્રસંગ અવ્યક્ત થઈ ફક્ત એક સ્પર્શેન્દ્રિયપણે દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે, તે કર્મ ભેગવતાં તે પૃથ્વી આદિમાં જન્મે છે, પણ કેવળ પૃથ્વીરૂપ કે પથ્થરરૂપ થઈ જતું નથી. જનાવર થતાં કેવળ જનાવર પણ થઈ જ નથી. દેહ છે તે, જીવને વેષધારીપણું છે, સ્વરૂપપણું નથી.
પ્ર૬-૭. છઠ્ઠા પ્રશ્નનું પણ આમાં સમાધાન આવ્યું છે. સાતમાં પ્રશ્નનું પણ સમાધાન આવ્યું છે કે, કેવળ પથ્થર કે કેવળ પૃથ્વી કંઈ કર્મને કર્તા નથી. તેમાં આવીને ઊપજેલે એ જીવ કર્મને કર્તા છે, અને તે પણ દૂધ અને પાણીની પેઠે છે. જેમ તે બન્નેને સંગ દૂધ તે દૂધ છે અને પાણી તે પાણી છે, તેમ એકેન્દ્રિયાદિ કર્મબંધે જીવને પથ્થરપણું, જડપણું જણાય છે, પણ તે જીવ અંતર તે જીવપણે જ છે; અને ત્યાં પણ તે આહારભયાદિ સંજ્ઞાપૂર્વક છે, જે અવ્યક્ત જેવી છે.
૮. પ્ર૦–(૧) આર્યધર્મ તે શું? (૨) બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું?
ઉ–(૧) આર્યધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પિતાના પક્ષને આર્યધર્મ કહેવા ઈચ્છે છે. જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતી વેદાંતને આર્યધર્મ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાની પુરુષે તે જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એ જે આર્ય (ઉત્તમ) માર્ગ તેને આર્યધર્મ કહે છે, અને એમ જ યંગ્ય છે.
બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે તેથી સહસ્રગણા આશયવાળું જ્ઞાન શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ કહ્યું છે એમ મારા અનુભવમાં આવે છે, અને તેથી હું એમ જાણું છું કે, અલપ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં; એમ હોવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કહેવી ઘટતી નથી. વૈષ્ણવાદિ સંપ્રદાયની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતા અડચણ નથી. જૈન, બૌદ્ધના છેલ્લા મહાવીરાદિ મહાત્માઓ થયા પહેલાં, વેદ હતા એમ જણાય છે, તેમ તે ઘણું પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે, તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં, અને પાછળથી ઉત્પન્ન થાય તે અસંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં. બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જે અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વ ભાવ અનાદિ છે માત્ર રૂપાંતર થાય છે. કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થત નથી. વેદ, જૈન અને બીજા ના અભિપ્રાય અનાદિ છે, એમ માનવામાં અડચણું નથી; ત્યાં પછી વિવાદ શાને રહે? તથાપિ એ સૌમાં વિશેષ બળવાન, સત્ય અભિપ્રાય કેને કહેવા ગ્ય છે, તે વિચારવું એ અમને તમને સૌને યંગ્ય છે.
૯. પ્ર.-(૧) વેદ કોણે કર્યા? તે અનાદિ છે? (૨) જે અનાદિ હોય તે અનાદિ એટલે શું? 'ઉ૦ -(૧) ઘણા કાળ પહેલાં વેદ થયા સંભવે છે.
(૨) પુસ્તકપણે કઈ પણ શાસ્ત્ર અનાદિ નથી; તેમાં કહેલા અર્થ પ્રમાણે તે સૌ શાસ્ત્ર અનાદિ છે, કેમકે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા છ જુદે જુદે રૂપે કહેતા આવ્યા છે, અને એમ જ સ્થિતિ સંભવે છે. ક્રોધાદિભાવ પણ અનાદિ છે, અને ક્ષમાદિભાવ પણ અનાદિ છે. હિંસાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org