________________
વર્ષ ૨૭ મું
૪૩ પણ બીજા પ્રકારને વિષે તે કેવળ ઉદાસીનતા જ છે; અને એ પ્રકાર સ્મરણમાં આવવાથી પણ ચિત્તમાં ખેદ થઈ આવે છે; એવી તે પ્રકાર પ્રત્યે નિરિચ્છા છે. પ્રથમના પ્રકાર સંબંધમાં હાલ કંઈ લખવું સૂઝતું નથી. આગળ ઉપર લખવું કે નહીં તે તે પ્રસંગમાં જે થવાયેગ્ય હશે તે થશે.
જેટલી આકુળતા છે તેટલો માર્ગને વિરોધ છે, એમ જ્ઞાની પુરુષો કહી ગયા છે. જે વાત જરૂર આપણે વિચારવા ગ્ય છે.
૪૧
મુંબઈ, ફાગણ, ૧૫૦
તીર્થકર વારંવાર નીચ કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા –
હે જીવ! તમે બૂઝ, સમ્યક પ્રકારે બૂઝે. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણે. અજ્ઞાનથી સદ્દવિવેક પામ દુર્લભ છે, એમ સમજે. આ લેક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણે. અને “સર્વ જીવ” પિતા પિતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેને વિચાર કરે.”
(સૂયગડાંગ–અધ્યયન ૭ મું, ૧૧) આ સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયું હોય, તે પુરુષે આત્માને ગવે, અને આત્મા ગવેષ હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગવેષ તેમ જ ઉપાસે. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
(દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) પ્રથમમાં જે અભિપ્રાય દર્શાવ્યો છે તે ગાથા સૂયગડાંગમાં નીચે પ્રમાણે છેઃ
संबुज्झहा जंतवो माणुसत्तं, दट्टुं भयं बालिसेणं अलंभो,
एगंतदुक्खे जरिए व लोए, सकम्मणा विप्परियासुवेइ. સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તે પણ સત્સંગને વિષે રહેલી શક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપિ ઉદય જોગ પ્રારબ્ધથી તે અંતરાય વર્તે છે. ઘણું કરી કઈ વાતને ખેદ “અમારા આત્માને વિષે ઉત્પન્ન થતો નથી, તથાપિ સત્સંગના અંતરાયને ખેદ અહોરાત્ર ઘણું કરી વત્ય કરે છે. “સર્વ ભૂમિએ, સર્વ માણસે, સર્વ કામે, સર્વ વાતચીતાદિ પ્રસંગે અજાણ્યા જેવાં, સાવ પરનાં, ઉદાસીન જેવાં, અરમણીય, અમેકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે.” માત્ર જ્ઞાની પુરુષે, મુમુક્ષુપુરુષે, કે માર્ગાનુસારીપુરુષને સત્સંગ તે જાણીતે, પિતાને, પ્રીતિકર, સુંદર, આકર્ષવાર અને રસસ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમ જેવા માગેછાવાન પુરૂષોને વિષે પ્રતિબદ્ધપણું પામે છે.
૪૨
મુંબઈ, ફાગણ, ૧૫૦ મુમુક્ષુજનના પરમ હિતસ્વી, મુમુક્ષુપુરુષ શ્રી સભાગ,
અત્રે સમાધિ છે. ઉપાધિ જેથી તમે કંઈ આત્મવાર્તા નહીં લખી શક્તા છે એમ ધારીએ છીએ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org