________________
વર્ષ ૨૭ મું
૪૧૩
આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે. તે ફરી ફરી વિચારવાથી કેટલુંક સમાધાન થશે, અને ક્રમે કરી કે સમાગમે કરી તેનું સાવ સમાધાન થશે.
સત્સંગ છે તે કામ ખાળવાના બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાનીપુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે; અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઇક કંઈક કરી પાળે હઠતાં અનુક્રમે જીવનું વીર્ય ખળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષનાં વચન સાંભળી જીવે જાણ્યું નથી; અને જો જાણ્યું હેત તા તેને વિષે સાવ નીરસતા થઈ હોત. એ જ વિનંતિ.
આ॰ સ્વ॰ પ્રણામ.
મોહમયી, અસાડ સુદ ૧૫, ભામ, ૧૯૫૦
૫૧૨
می
શ્રી સૂર્યપુરસ્થિત, શુભેચ્છાપ્રાપ્ત, સત્સંગયેાગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે,
યથાયેાગ્યપૂર્વક વિનંતિ કે,— કાગળ એક પ્રાપ્ત થયા છે.
6
ભગવાને, ચૌદ રાજલેાકમાં કાજળના કૂંપાની પેરે સૂક્ષ્મએકદ્રિય જીવ ભર્યા છે એમ કહ્યું છે, કે જે જીવ માન્યા બળે નહીં, છેવા છેદાય નહીં, માર્યા મરે નહીં એવાં કહ્યા છે. તે જીવને ઔદારિક શરીર નહીં હેાય તેથી તેને અગ્નિઆદિ-વ્યાધાત થતા નહીં હાય, કે ઔદારિક શરીર છતાં તેને અગ્નિઆદિ-વ્યાઘાત નહીં થતા હાય ? જો ઔદ્યારિક શરીર હાય તે તે શરીર અગ્નિદિ– વ્યાઘાત કેમ ન પામે?’ એ પ્રકારનું પ્રશ્ન એ કાગળમાં લખ્યું તે વાંચ્યું છે.
Jain Education International
વિચારને અર્થે સંક્ષેપમાં તેનું અત્રે સમાધાન લખ્યું છે કે, એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે કોઈ જીવ જ્યારે વાટે વહેતા હોય છે ત્યારે અથવા અપર્યાપ્તપણે માત્ર તેને તેજસ્ અને કાર્યણુ એ બે શરીર હોય છે; બાકી સર્વ સ્થિતિમાં એટલે સકર્મ સ્થિતિમાં સર્વ જીવને ત્રણ શરીરના સંભવ શ્રી જિને કહ્યો છે : કાર્યણ, તેજસ્ અને ઔદારિક કે વૈક્રિય એ એમાંનું કેઇ એક. ફક્ત વાટે વહેતા જીવને કાર્યણુ તૈજસ્ એ બે શરીર હોય છે; અથવા અપર્યાપ્ત સ્થિતિ જીવની જ્યાં સુધી છે, ત્યાં સુધીમાં તેને કાર્યણુ, તૈજસ્ શરીરથી નિર્વાહ થઈ શકે, પણ પર્યાપ્ત સ્થિતિમાં તેને ત્રીજા શરીરને નિયમિત સંભવ છે. પર્યાપ્ત સ્થિતિનું લક્ષણ એ છે કે, આહારાદિનું ગ્રહણ કરવારૂપ બરાબર સામર્થ્ય અને એ આહારાદિનું કંઇ પણ ગ્રહણુ છે તે ત્રીજા શરીરના પ્રારંભ છે, અર્થાત્ તે જ ત્રીજું શરીર શરૂ થયું, એમ સમજવા યાગ્ય છે. ભગવાને જે સૂક્ષ્મએકેન્દ્રિય કહ્યા છે તે અગ્નિઆદિકથી વ્યાઘાત નથી પામતા. તે પર્યાપ્ત સૂક્ષ્મએકેન્દ્રિય હોવાથી તેને ત્રણ શરીર છે; પણ તેને જે ત્રીજું ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ અવગાહનનું છે કે તેને શસ્ત્રાદિક સ્પર્શ ન થઈ શકે. અગ્નિસ્માદિકનું જે મહત્ત્વ છે અને એકેન્દ્રિય શરીરનું જે સૂક્ષ્મત્વ છે તે એવા પ્રકારનાં છે કે જેને એકબીજાના સંબંધ ન થઈ શકે; અર્થાત્ સાધારણ સંબંધ થાય એમ કહીએ તાપણુ અગ્નિ, શસ્રાદિને વિષે જે અવકાશ છે, તે અવકાશમાંથી તે એકેન્દ્રિય જીવાનું સુગમપણે ગમનાગમન થઈ શકે તેમ હેાવાથી તે જીવાના નાશ થઈ શકે કે તેને વ્યાઘાત થાય તેવા અગ્નિ, શસ્ત્રાદિકના સંબંધ તેને થતા નથી. જો તે જીવાની અવગાહના મહત્ત્વવાળી હાય અથવા અગ્નિઆદિનું અત્યંત સૂક્ષ્મપણું હાય કે જે તે એકેંદ્રિય જીવ જેવું સૂક્ષ્મપણું ગણાય, તે તે એકેંદ્રિય જીવને વ્યાઘાત કરવાને વિષે સંભવિત ગણાય, પણ્ તેમ નથી. અહીં તે જીવાનું અત્યંત સૂક્ષ્મત્વ છે, અને અગ્નિ શસ્ત્રાદિનું મહત્ત્વ છે, તેથી વ્યાઘાતયેાગ્ય સંબંધ થતા નથી, એમ ભગવાને કહ્યું છે. તેથી ઔદારિક શરીર અવિનાશી કહ્યું છે એમ નથી, સ્વભાવે કરી તે વિપરિણામ પામી અથવા
For Private & Personal Use Only
www.jainelibrary.org,