________________
શ્રીમદ્ રાજચંદ્ર કરવું ઘટે છે; કારણ કે સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે, અને તે પ્રકાર જોઈ મુમુક્ષુછવ સંદેશ-શંકા પામે છે, અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે, એવું ઘણું કરીને બનવા ગ્ય જ છે. કારણ કે સિદ્ધાંતજ્ઞાન તે જીવને કોઈ અત્યંત ઉજજ્વળ ક્ષપશમે અને સદ્દગુરુના વચનની આરાધનાએ ઉદ્ભવે છે. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદ્દગુરુથી કે સાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દૃઢ થવું ઘટે છે, કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષપશમનું નિર્મળપણું થાય છે અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે જીવમાં અસંગદશા આવે તે આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે, અને તે અસંગદશાને હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે; જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંતાદિ ઘણાં શાસ્ત્રોમાં કહેલ છે–વિસ્તારેલ છે, માટે નિઃસંશયપણે ગવાસિષ્ઠાદિ વૈરાગ્ય, ઉપશમના હેતુ એવા સáથે વિચારવા ગ્ય છે.
અમારી પાસે આવવામાં કઈ કઈ રીતે તમારી સાથેના પરિચયી શ્રી દેવકરણજીનું મન અટકતું હતું, અને તેમ અટકવું થવું સ્વાભાવિક છે, કારણ કે અમારા વિષે અંદેશે સહેજે ઉત્પન્ન થાય એ વ્યવહાર પ્રારબ્ધવશાત અમને ઉદયમાં વર્તે છે, અને તેવા વ્યવહારને ઉદય દેખી ઘણું કરી “ધર્મ સંબંધી સંગમાં અમે લૌકિક, લેકત્તર પ્રકારે ભળવાપણું કર્યું નથી, કે જેથી લેકને આ - વ્યવહારને અમારે પ્રસંગ વિચારવાને વખત ઓછા આવે. તમને અથવા શ્રી દેવકરણુજીને અથવા
કોઈ બીજા મુમુક્ષુને કઈ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ નથી. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બંધ થયે. જે બોધ વડે જીવનમાં શાંતિ આવી, સમાધિદશા થઈ, તે બધ આ જગતમાં કઈ અનંત પુણ્યગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્માપુરુષે ફરી ફરી કહી ગયા છે. આ દુષમકાળને વિષે અંધકાર પ્રગટી બેધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહજોગ બને, તે કઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે પણ તે દેહજેગમાં કઈ કઈ વખત કોઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લેકમાર્ગને પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે; જે જેગમને જોગ તમારા અને શ્રી દેવકરણજી સંબંધમાં સહેજે બન્યું છે, પણ તેથી તમે અમારું કહેવું માન્ય કરે એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું, માત્ર હિતકારી જાણ તે વાતને આગ્રહ થયે હોય છે કે થાય છે, એટલે લક્ષ રહે તે સંગનું ફળ કઈ રીતે થવું સંભવે છે.
જેમ બને તેમ જીવના પિતાના દોષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવપ્રત્યે નિર્દોષદ્રષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધના થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવાયેગ્ય વાત છે.
આ૦ સ્વ. નમસ્કાર પ્રાપ્ત થાય.
૫૦૧ મુંબઈ, વૈશાખ વદ ૭, રવિ, ૧૫૦ સૂર્યપુરસ્થિત, શુભેચ્છા સંપન્ન આર્ય શ્રી લલ્લુજી,
ઘણું કરીને જિનાગમમાં સર્વવિરતિ એવા સાધુને પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા નથી, અને જે તેમ સર્વવિરતિ ભૂમિકામાં રહી કરવા ઈચ્છે, તે તે અતિચારગ્ય ગણાય. આ પ્રમાણે સાધારણપણે શાસઉદ્દેશ છે, અને તે ધોરીમાર્ગે તે યથાયોગ્ય લાગે છે, તથાપિ જિનાગમની રચના પૂર્વાપર અવિધ જણાય છે, અને તે અવિરેાધ રહેવા પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા કઈ પ્રકારથી જિનાગમમાં છે, તે તમારા ચિત્તનું સમાધાન થવા માટે સંક્ષેપે અત્રે લખું છું.
જિનની જે જે આશા છે કે તે આજ્ઞા, સર્વ પ્રાણુ અર્થાત્ આત્માના કલ્યાણને અર્થે જેની કંઈ ઈચ્છા છે તે સર્વેને, તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org