________________
વર્ષે ૨૭ મું
ચિત્તના લખવા વગેરેમાં વધારે પ્રયાસ થઇ શકતા નથી તેથી પત્તું લખ્યું છે.
૫૦૦
શ્રી સૂર્યપુર સ્થિત, શુભેચ્છાપ્રાપ્ત શ્રી લલ્લુજી,
અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વર્તે છે. ઘણું કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે. તાપણુ તે વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે, તે પ્રારબ્ધની નિવૃત્તિ થતાં સુધી તે વ્યવહારના પ્રતિબંધ રહેવા ઘટે છે, માટે સમચિત્ત થઈ સ્થિતિ રહે છે.
૩૯૯
મુંબઈ, વૈશાખ સુદ ૯, રવિ, ૧૯૫૦
તમારું લખેલું પત્ર ૧ સંપ્રાપ્ત થયું છે. ચૈાગવાસિષ્ઠાદિ' ગ્રંથની વાંચના થતી હોય તે તે હિતકારી છે. જિનાગમમાં પ્રત્યેક આત્મા માની પરિમાણમાં અનંત આત્મા કહ્યા છે, અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવી, સર્વત્ર ચેતનસત્તા દેખાય છે તે એક જ આત્માની છે, અને આત્મા એક જ છે, એમ પ્રતિપાદન કર્યું છે; તે એય વાત મુમુક્ષુપુરુષે જરૂર કરી વિચારવા જેવી છે, અને યથાપ્રયત્ને તે વિચારી, નિર્ધાર કરવા યેાગ્ય છે, એ વાત નિઃસંદેહ છે. તથાપિ જ્યાં સુધી પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું અળ દૃઢપણે જીવમાં આવ્યું ન હોય, ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે, અને તે વિચારના નિર્ધાર પ્રાપ્ત થતા નથી; તથા ચિત્ત વિક્ષેપ પામી યથાર્થપણે પછી વૈરાગ્ય-ઉપશમને ધારણ કરી શકતું નથી; માટે તે પ્રશ્નનું સમાધાન જ્ઞાનીપુરુષોએ કર્યું છે તે સમજવા આ જીવમાં વૈરાગ્ય-ઉપશમ અને સત્સંગનું ખળ હાલ તે વધારવું ઘટે છે, એમ જીવમાં વિચારી વૈરાગ્યાદિ ખળ વધવાનાં સાધન આરાધવાન નિત્ય પ્રતિ વિશેષ પુરુષાર્થ યેાગ્ય છે.
વિચારની ઉત્પત્તિ થવા પછી વહુઁમાનસ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હા જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં? અને એવી કઇ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે? આ પ્રકારે ફ્રી કરી અત્યંત એકાગ્રપણે સાધનાં વર્ધમાન પિરણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ડામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તે અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની ખીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલના વિચાર કર્યાથી સર્વે ભૂલના વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલના વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇચ્છે, તેપણ તે કર્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે.
Jain Education International
શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન એ પ્રકારમાં વિચારવા યાગ્ય છે. એક પ્રકાર ‘ઉપદેશ’ના અને બીજો પ્રકાર ‘સિદ્ધાંતના છે. “જન્મમરણાદિ ક્લેશવાળા આ સંસારને ત્યાગવે ઘટે છે; અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હોય નહીં; માતપિતા, સ્વજનાદિક સર્વના સ્વાર્થરૂપ’સંબંધ છતાં આ જીવ તે જાળના આશ્રય કર્યાં કરે છે, એ જ તેના અવિવેક છે; પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ આ સંસાર જણાતાં છતાં મૂર્ખ એવા જીવ તેમાં જ વિશ્રાંતિ ઇચ્છે છે; પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે' એ આદિ જે શિક્ષા છે તે ‘ઉપદેશજ્ઞાન’ છે. ‘‘આત્માનું હેાવાપણું, નિત્યપણું, એકપણું અથવા અનેકપણું, બંધાદિ ભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ અને તેની અવસ્થા એ આદિને દૃષ્ટાંતાદિથી કરી જે પ્રકારે સિદ્ધ કર્યાં હાય છે, તે ‘સિદ્ધાંતજ્ઞાન' છે.''
વેદાંત અને જિનાગમ એ સૌનું અવલેાકન પ્રથમ તા ઉપદેશજ્ઞાનપ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુજીવે
For Private & Personal Use Only
www.jainelibrary.org