________________
વર્ષ ૨૭ મું
૪૦૫ કંઈ સંસારાર્થ હેતુ નથી, ઊલટો સંસારાર્થ મટવાનો હેતુ છે; અને સંસાર મટાડે એટલે જ પરમાર્થ છે. જેથી જ્ઞાની પુરુષની અનન્નાએ કે કોઈ સત્સંગી જનની અનન્નાએ પત્ર-સમાચારને કારણ થાય તે તે સંયમ વિરુદ્ધ જ છે, એમ કહી શકાય નહીં, તથાપિ તમને સાધુએ પચખાણ આપ્યાં હતાં તે ભંગ થવાને દોષ તમારા પ્રત્યે આરોપવા યુગ્ય થાય છે. પચખાણનું સ્વરૂપ અત્ર વિચારવાનું નથી, પણ તમે તેમને પ્રગટ વિશ્વાસ આપે તે ભંગ કરવાનો હેતુ શું છે? જે તે પચખાણ લેવા વિષેમાં તમને યથાયેગ્ય ચિત્ત નહોતું તે તે તમારે લેવાં ઘટે નહીં, અને જે કેઈ લેકદાબથી તેમ થયું તે તેને ભંગ કરે ઘટે નહીં, અને ભંગનું જે પરિણામ છે તે અભંગથી વિશેષ આત્મહિતકારી હોય તે પણ સ્વેચ્છાથી ભંગ કરે ઘટે નહીં, કારણ કે જીવ રાગદ્વેષ કે અજ્ઞાનથી સહેજે અપરાધી થાય છે, તેને વિચારેલું હિતાહિત વિચાર ઘણી વાર વિપર્યય હોય છે. આમ હોવાથી તમે જે પ્રકારે ભંગ તે પચખાણ કર્યું છે, તે અપરાધ યોગ્ય છે, અને તેનું પ્રાયશ્ચિત્ત પણ કઈ રીતે ઘટે છે. “પણ કઈ જાતની સંસારબુદ્ધિથી આ કાર્ય થયું નથી, અને સંસાર કાર્યના પ્રસંગથી પત્ર સમાચારની મારી ઇચ્છા નથી, આ જે કંઈ પત્રાદિ લખવાનું થયું છે તે માત્ર કેઈ જીવના કલ્યાણની વાત વિષેમાં છે, અને તે જે કરવામાં ન આવ્યું હોત તે એક પ્રકારે કલ્યાણરૂપ હતું, પણ બીજા પ્રકારે ચિત્તની વ્યગ્રતા ઉત્પન્ન થઈ અંતર લેશવાળું થતું હતું, એટલે જેમાં કંઈ સંસારાર્થ નથી, કોઈ જાતની બીજી વાંછા નથી, માત્ર જીવના હિતને પ્રસંગ છે, એમ ગણી લખવાનું થયું છે. મહારાજે પચખાણ આપેલ તે પણ મારા હિતને અર્થે હતાં કે કોઈ સંસારી પ્રજનમાં એથી હું ન પડી જાઉં, અને તે માટે તેમને ઉપકાર હતું, પણ મેં સંસારી પ્રજનથી એ કાર્ય કર્યું નથી; તમારા સંધાડાના પ્રતિબંધને તેડવા એ કાર્ય નથી; તે પણ એક પ્રકારે મારી ભૂલ છે તે તે અલ્પ, સાધારણ પ્રાયશ્ચિત્ત આપી ક્ષમા આપવી ઘટે છે. પર્યુષણદિ પર્વમાં શ્રાવકે શ્રાવકના નામથી સાધુ પત્ર લખાવે છે, તે પ્રકાર સિવાય બીજા પ્રકારે હવે વર્તવામાં ન આવે અને જ્ઞાનચર્ચા લખાય તો પણ અડચણ નથી,’ એ વગેરે ભાવ લખેલ છે. તમે પણ તે તથા આ પત્ર વિચારી જેમ કલેશ ન ઉત્પન્ન થાય તેમ કરશો. કઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે; એમ નહીં બને તે સહેજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. બનતાં સુધી પ્રાયશ્ચિત્તનું કારણ ન બને તે ન કરવું, નહીં તે પછી અલ્પ પણ પ્રાયશ્ચિત્ત લેવામાં બાધ નથી. તેઓ વગર પ્રાયશ્ચિત્તે કદાપિ તે વાત જતી કરે તેવું હોય તે પણ તમારે એટલે સાધુ લલ્લુજીએ ચિત્તમાં એ વાતને પશ્ચાત્તાપ એટલે તો કર ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું. હવે પછીમાં દેવકરણજી સાધુ જેવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય અને પત્ર લખાવે તે અડચણ નહીં એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે, તેથી ઘણું કરી લોકો વિરોધ કરશે નહીં, અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય તે હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે. લેકસમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય, એ લક્ષ ચૂકવા યોગ્ય હાલ નથી, કારણ કે તેવું કઈ બળવાન પ્રજન નથી
શ્રી કૃષ્ણદાસનો કાગળ વાંચી સર્વ હર્ષ થયા છે. જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયતન કરવું એ પ્રથમ ભૂમિ છે. વૈરાગ્ય અને ઉપશમના હેતુ એવા ‘ગવાસિષ્ઠાદિ ગ્રંથ વાંચવામાં અડચણ નથી. અનાથદાસજીને કરેલે વિચારમાળા” ગ્રંથ સટીક અવલકવા ગ્ય છે. અમારું ચિત્ત નિત્ય સત્સંગને ઈચ્છે છે, તથાપિ પ્રારબ્ધયેગ સ્થિતિ છે. તમારા સમાગમી ભાઈઓથી જેટલું બને તેટલું સગ્રંથનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા એગ્ય છે. અને એક બીજાને નિયમિત પરિચય કરાય તેટલે લક્ષ રાખવો એગ્ય છે.
પ્રમાદ એ સર્વ કર્મને હેતુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org