________________
४०४
શ્રીમદ રાજચંદ્ર બીજું, કંઈ સન્માર્ગરૂપ આચારવિચારમાં અમારી શિથિલતા થઈ હોય તે તમે કહો, કેમ કે તેવી શિથિલતા તે ટાળ્યા વિના હિતકારી માર્ગ પમાય નહીં, એમ અમારી દ્રષ્ટિ છે” એ આદિ પ્રસંગે કહેવું ઘટે તે કહેવું અને તેમના પ્રત્યે અદ્વેષભાવ છે એવું બધું તેમને ધ્યાનમાં આવે તેવી વૃત્તિઓ તથા રીતિએ વર્તવું, તેમાં સંશય કર્તવ્ય નથી.
બીજા સાધુ વિષે તમારે કંઈ કહેવું કર્તવ્ય નથી. સમાગમમાં આવ્યા પછી પણ કંઈ જૂનાધિકપણું તેમના. . . . . ક્ષેપ પામ નહીં. . . . . પ્રત્યે બળવાન અદ્વેષ. . . . .
૫૦૩
મુંબઈ, વૈશાખ વદ ૦)), ૧૯૫૦ શ્રી સ્તંભતીર્થક્ષેત્રે સ્થિત, શુભેરછાસંપન્ન ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે યથાયોગ્ય વિનંતી કે –
તમારું લખેલું પત્ર ૧ પહોંચ્યું છે. અત્રે કુશળતા છે.
સુરતથી મુનિશ્રી લલ્લુજીને કાગળ એક પ્રથમ હતું. તેના પ્રત્યુત્તરમાં એક કાગળ અહીંથી લખ્યું હતું. ત્યાર પછી પાંચ છ દિવસ પહેલાં તેમને એક કાગળ હતું, જેમાં તમારા પ્રત્યે પત્રાદિ લખવાનું થયું, તેના સંબંધમાં થયેલી ચર્ચા વિષેની કેટલીક વિગત હતી. તે કાગળને ઉત્તર પણ અત્રેથી લખે છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે છે.
પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રત છે તે સર્વ ત્યાગનાં છે, અર્થાત્ સર્વ પ્રકારના પ્રાણુતિપાતથી નિવર્તવું, સર્વ પ્રકારના મૃષાવાદથી નિવર્તવું, એ પ્રમાણે પાંચ મહાવ્રત સાધુને હોય છે અને એ આજ્ઞાએ વર્તે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વર્તે છે, એમ ભગવાને કહ્યું છે. એ પ્રકારે પંચમહાવ્રત ઉપદેશ્યાં છતાં તેમાં પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીને ઊતરવા વગેરે કિયાની આજ્ઞા પણ જિને કહી છે. તે એવા અર્થ કે નદી ઊતરવાથી જે બંધ જીવને થશે તે કરતાં એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે, અને પરંપરાએ પંચ મહાવ્રતની હાનિને પ્રસંગ આવશે, એવું દેખી તે દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઊતરવાની આજ્ઞા શ્રી જિને કહી છે. તેમ જ વસ્ત્ર, પુસ્તક રાખવાથી સર્વપરિગ્રહવિરમણવ્રત રહી શકે નહીં, તથાપિ દેહના શાતાર્થને ત્યાગ કરાવી આત્માર્થ સાધવા દેહ સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂછ ટળતાં સુધી વસ્ત્રને નિઃસ્પૃહ સંબંધ અને વિચારબળ વધતાં સુધી પુસ્તકનો સંબંધ જિને ઉપદે છે; એટલે સર્વ ત્યાગમાં પ્રાણાતિપાત તથા પરિગ્રહનું સર્વ પ્રકારે અંગીકૃત કરવું ના છતાં એ પ્રકારે જિને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. તે સામાન્ય દ્રષ્ટિથી જોતાં વિષમ જણાય, તથાપિ જિને તે સમ જ કહેલું છે. બેય વાત જીવના કલ્યાણ અર્થે કહેલ છે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે. એ જ પ્રકારે મૈથુનત્યાગવત છતાં તેમાં અપવાદ કહ્યો નથી કારણ કે મૈથુનનું આરાધવું રાગદ્વેષ વિના થઈ શકે નહીં, એવું જિનનું અભિમત છે. એટલે રાગદ્વેષ અપરમાર્થરૂપ જાણ મૈથુનત્યાગ અપવાદે આરાધવું કહ્યું છે. તેમ જ બૃહત્કલ્પસૂત્રમાં સાધુએ વિચારવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે, તથાપિ તે ઉપરાંત જે અનાર્ય ક્ષેત્ર છે, તેમાં પણ જ્ઞાન, દર્શન, સંયમની વૃદ્ધિને અર્થે વિચરવાને અપવાદ કહ્યો છે. કારણ કે આર્ય ભૂમિમાં કઈ યેગવશાત્ જ્ઞાની પુરુષનું સમીપ વિચરવું ન હોય અને પ્રારબ્ધયેગે અનાર્ય ભૂમિમાં વિચરવું જ્ઞાની પુરુષનું હોય તે ત્યાં જવું, તેમાં ભગવાને બતાવેલી આજ્ઞા ભંગ થતી નથી.
તે જ પ્રકારે પત્ર-સમાચારાદિને જે સાધુ પ્રસંગ રાખે તે પ્રતિબંધ વધે એમ હોવાથી ભગવાને “ના” કહી છે, પણ તે “ના” જ્ઞાની પુરુષના કોઈ તેવા પત્ર-સમાચારમાં અપવાદરૂપે લાગે છે. કારણ કે જ્ઞાની પ્રત્યે નિષ્કામપણે જ્ઞાનારાધનાથે પત્ર-સમાચાર વ્યવહાર છે. એમાં અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org