________________
વર્ષ ૨૭ મું
૪૭૭
મુંબઈ, કાર્તિક સુદ ૯, શુક્ર, ૧૯૫૦ માથે રાજા વર્તે છે” એટલા વાકયના ઇહાહુ ( વિચાર )થી ગર્ભશ્રીમંત એવા શ્રી શાળિભદ્ર તે કાળથી સ્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા.
(
‘નિત્ય પ્રત્યે એકેક સ્ત્રીને ત્યાગી અનુક્રમે ખત્રીશ સ્ત્રીઓને ત્યાગવા ઇચ્છે છે, એવા ખત્રીશ દિવસ સુધીના કાળપારખીનેા ભસે શ્રી શાળિભદ્ર કરે છે, એ મેટું આશ્ચર્ય છે' એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્યવચન ઉદ્દભવ થતાં હવાં.
તમે એમ કહેા છે. તે જોકે મને માન્ય છે, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છે!” એવાં સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાળિભદ્રની બહેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી હવી. જે સાંભળી કોઈ પ્રકારના ચિત્તક્લેશ પરિણમવ્યા વગર તે શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા હુવા, અને શ્રી શાળિભદ્ર પ્રત્યે કહેતા હવા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજે છે ? તે શ્રવણ કરી, જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શ્રી શાળિભદ્ર અને ધનાભદ્ર જાણે કઈ દિવસે કંઈ પેાતાનું કર્યું નથી' એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા.
આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષેના આગ્રહે કાળના વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતા હશે ? તે વિચારી જોવા ચેાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org