________________
૩૮૬
શ્રીમદ્ રાજચંદ્ર શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે વ્યવહાર– વ્યવહાર સ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે. પરમાર્થ–પરમાર્થસ્વરૂપ એ નિકટ મેક્ષનો ઉપાય છે. પરમાર્થ-વ્યવહારસ્વરૂપ એ અનંતર પરંપરસંબંધે મેલને ઉપાય છે. વ્યવહાર પરમાર્થસ્વરૂપ તે ઘણુ કાળે કઈ પ્રકારે પણ મેક્ષનાં સાધનના કારણભૂત થવાને ઉપાય છે. વ્યવહારવ્યવહાર સ્વરૂપનું ફળ આત્મપ્રત્યયી નથી સંભવતું. આ વાત હજુ કઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે વિશેષપણે સમજાશે; પણ આટલી સંક્ષેપતાથી વિશેષ ન સમજાય તે મુઝાશે નહીં.
લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મસ્વરૂપ જણાયું છે, તેને ધ્યાનને એ એક ઉપાય છે, કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે, અને પરિણામ પણ સ્થિર થાય છે. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાણ્યું નથી, એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જે આ જ્ઞાન હોય તે તેને અનુક્રમે લક્ષણાદિને બોધ સુગમપણે થાય છે. મુખરસ અને તેનું ઉત્પત્તિક્ષેત્ર એ કેઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધાર. જ્ઞાની પુરુષને તે પછીને જે માર્ગ તે ન દુભાય એ તમને પ્રસંગ થયે છે, તેથી તે નિશ્ચય રાખવા જણાવ્યું છે. તે પછીના માર્ગ જે દુભાતે હોય અને તેને વિષે કોઈને અપૂર્વ કારણરૂપે નિશ્ચય થયો હોય તે તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવ્યું જ ઉપાયરૂપ થાય છે, એ અમારા આત્મામાં લક્ષ રહે છે.
એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસે શ્વાસ રોધનથી તેને કલ્યાણને હેતુ થતું નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસેવાસને રોધ કરે છે, તે તેને તે કારણથી જે સ્થિરતા આવે છે, તે આત્માને પ્રગટવાને હેતુ થાય છે. શ્વાસે શ્વાસની સ્થિરતા થવી એ એક પ્રકારે
ઘણી કઠણ વાત છે. તેને સુગમ ઉપાય મુખરસ એકતાર કરવાથી થાય છે, માટે તે વિશેષ સ્થિરતાનું - સાધન છે; પણ તે સુધારસ-સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કલ્યાણરૂપ થતી નથી,
તેમ તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી, એટલે વિશેષ નિશ્ચય અમને ભાસ્યા કરે છે. જેણે વેદનપણે આત્મા જાણે છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે, અને આત્મા પ્રગટવાને અત્યંત સુગમ ઉપાય થાય છે.
એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂઝે છે. આત્મા છે તે ચંદનવૃક્ષ છે. તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે રહી હોય તે તે વસ્તુ તેની સુગંધને (!) વિશેષ બેધ કરે છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હેય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે સ્કુરે છે. જેમ જેમ આઘેનાં વૃક્ષ હોય તેમ તેમ સુગંધ મંદ પરિણામને ભજે છે, અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે, અર્થાત્ ચંદન પછી તે સુગંધપરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુને સંબંધ છે, તેમાં તેની છાયા (!) રૂ૫ સુગંધ વિશેષ પડે છે, જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા વિશેષ સમીપપણે વર્તે છે, માટે તે આત્માની વિશેષ છાયા–સુગંધ (!)નો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. આ પણ વિશેષપણે સમજવા ગ્ય છે.
પ્રણામ પહોંચે. ૪૭૩
મુંબઈ, આ વદ ૩, ૧૯૪૯
•
પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, શ્રી મેરબી.
પત્ર આજે ૧ પહોંચેલ છે. એટલું તે અમને બરાબર ધ્યાન છે કે મુઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઈ વેપારાદિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org