________________
વર્ષ ૨૫ મું
૩૫૭ ૧૫. સ્વરૂપસમાધિને વિષે સ્થિત એવા તે વીતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવવું. ૧૬. તેમના મૂર્ધસ્થાનને વિષેથી તે વખતે કારને ધ્વનિ થયા કરે છે એમ ભાવવું. ૧૭. તે ભાવનાઓ દ્રઢ થયે તે શ્કાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે, એમ ભાવવું.
૧૮. જે પ્રકારના સમ્યમાર્ગે કરી વીતરાગદેવ વીતરાગ નિષ્પન્નતાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે, એમ ચિંતવતાં ચિંતવતાં તે જ્ઞાન તે શું? એમ ભાવવું.
૧૯. તે ભાવના દૃઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો કહ્યા છે, તેનું ભાન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવ, સર્વાગ ચિંતવે.
ધ્યાનના ઘણું ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બંધની પ્રાપ્તિ ઘણું કરીને કેમે કરીને ઘણું જીને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધસ્વરૂપ એવા જ્ઞાની પુરુષને આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાની પુરુષને તે તે સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેને આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તે દ્રઢ કરીને લાગે છે.
- જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તે હું જાણું છું, ‘સમજું છું' એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લેકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણે જીવને જ્ઞાનીથી અજાણ્યે રાખે છે; જ્ઞાનીને વિષે પિતા સમાન કલ્પના રહ્યા કરે છે, પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તેલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથસંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણુ પ્રકારે તે દર્શાવવાની જીવને ઇચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિષે સમાય છે અને એ ત્રણે દોષનું ઉપાદાન કારણુ એ તે એક “સ્વછંદ નામને મહા દેષ છે; અને તેનું નિમિત્તકારણે અસત્સંગ છે.
જેને તમારા પ્રત્યે, તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાઓ એ હેત બીજી સ્પૃહા નથી, એ હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું, અને તે એ કે ઉપર જણાવેલા દોષે જે વિષે હજુ તમને પ્રેમ વર્તે છે; “જાણું છું,’ ‘સમજું છું, એ દોષ ઘણી વાર વર્તવામાં પ્રવર્તે છે; અસાર એવા પરિગ્રહાદિકને વિષે પણ મહત્તાની ઈચ્છા રહે છે, એ વગેરે જે દોષ તે, ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનું પ્રયત્ન કરવું, અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે, એમ જાણીએ છીએ.
૪૧૭
આશ્વિન, ૧૯૪૮ હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરુષને મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છે; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગપુરુષના મૂળધર્મની ઉપાસના મારા હદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહે એટલું માગું છું તે સફળ થાઓ.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org