________________
વર્ષ ૨૬ મું
૩૭૩ ઉદાસીન પણે લેકધર્મસંબંધી અને કર્મસંબંધી પરિણમે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાદિની ઈચ્છા હોય તે વ્યવહાર કરે યથાયોગ્ય નથી.
અમારા સમાગમને હાલ અંતરાય જાણ નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે; તથાપિ તેમ કરવા વિષે ઈશ્વરેચ્છા જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુભાઈઓને સમાગમ બને તેટલે કરો, જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું, સપુરુષનાં ચરિત્ર અને માર્ગોનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખ, કબીર આદિ) જીવેનાં વચને અને જેને ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે, એવા વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથને પરિચય રાખ, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એ શ્રી પુરુષને સમાગમ ગણ.
અમારા સમાગમને અંતરાય જાણું ચિત્તને પ્રમાદને અવકાશ આપવે યોગ્ય નહીં, પરસ્પર મુમુક્ષભાઈઓને સમાગમ અવ્યવસ્થિત થવા દેવો એગ્ય નહીં; નિવૃત્તિનાં ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દે યોગ્ય નહીં, કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં; એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિનાં ક્ષેત્રને અને પ્રવૃત્તિનાં ઉદાસીનપણને આરાધવાં.
જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે, તે બીજે દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય એવી છે, વેદવાયેગ્ય છે માટે તેને અનુસરીએ છીએ, તથાપિ અવ્યાબાધ સ્થિતિને વિષે જેવું ને તેવું સ્વાચ્ય છે.
આજે આ આઠમું પત્ત લખીએ છીએ. તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર • વિચારવાને અર્થે લખાયાં છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે. આજે તે અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ, તે પછી તમ સર્વને એ રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. અમે અલ્પારંભને, અલ્પપરિગ્રહને વ્યવહારમાં બેઠાં પ્રારબ્ધ નિવૃત્તિરૂપે ઈચ્છીએ છીએ, મહતું આરંભ, અને મહત્વ પરિગ્રહમાં પડતા નથી. તે પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંશય કર્તવ્ય નથી. અત્યારે સમાગમ થવાના જેગને નિયમિત વખત લખી શકાય એમ સૂઝતું નથી. એ જ વિનંતી
- ૪૫૦ મુંબઈ, જેઠ સુદ ૧૫, ભેમ, ૧૯૪૯ જીવ તું શીદ શેચના ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે,
ચિત્ત તું શીદ શેચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે.” દયારામ પૂર્વે જ્ઞાની પુરુષ થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણું જ્ઞાની પુરુષ સિદ્ધિજોગવાળા થઈ ગયા છે, એવું જે લેકથન છે તે સાચું છે કે ખોટું, એમ આપનું પ્રશ્ન છે, અને સાચું સંભવે છે, એમ આપને અભિપ્રાય છે. સાક્ષાત્ જોવામાં આવતું નથી, એ વિચારરૂપ જિજ્ઞાસા છે.
કેટલાક માર્ગાનુસારી પુરુષ અને અજ્ઞાન ગીપુરુષને વિષે પણ સિદ્ધિગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા સિદ્ધિગાદિને અજ્ઞાનજોગે સ્કુરણ આપવાથી તે પ્રવર્તે છે.
સમ્યફદૃષ્ટિપુરુષ કે જેને એથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાની પુરુષને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને ક્વચિત્ સિદ્ધિ હેતી નથી. જેને વિષે હોય છે, તેને તે ફુરણ વિષે પ્રાયે ઈચ્છા થતી નથી, અને ઘણું કરી જ્યારે ઈચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તે થાય છે અને જે તેવી ઈચ્છા થઈ તે સમ્યક્ત્વથી પડવાપણું તેને ઘટે છે.
પ્રાયે પાંચમે, છઠ્ઠ ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિગને વિશેષ સંભવ થતું જાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org