________________
૩૭૪
શ્રીમદ્ રાજચંદ્ર ત્યાં પણ જો પ્રમાદાદિ જેગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તે પ્રથમ ગુણઠાણુને વિષે સ્થિતિ થવી સંભવે છે.
- સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદને અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિગને લેભ સંભવતે જાણું પ્રથમ ગુણઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલાં સમ્યકત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સમ્યફ પરિણમી આત્મા છે ત્યાં સુધી, તે એકે જેમને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી.
જે સમ્યકજ્ઞાની પુરુષથી સિદ્ધિગને ચમત્કારો લેકએ જાણ્યા છે, તે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી; સ્વભાવે કરી તે સિદ્ધિગ પરિણામ પામ્યા હોય છે. બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિષે તે જોગ કહ્યો જતો નથી.
માર્ગાનુસારી કે સમ્યફદૃષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચનાનુસાર કેટલીક વાર બને છે. અજ્ઞાનપૂર્વક જેને વેગ છે, તેના તે આવરણના ઉદયે અજ્ઞાન ફરી, તે સિદ્ધિજોગ અલ્પકાળે ફળે છે. જ્ઞાની પુરુષથી તે માત્ર સ્વાભાવિક ફે જ ફળે છે; અન્ય પ્રકારે નહીં. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિજે. પરિણામી હોય છે, તે જ્ઞાની પુરુષ, અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણથી મુક્ત હોય છે, કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્કુરિત થઈ, મનાદિ જગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. ક્વચિત્ એમ પણ જાણીએ છીએ કે, કેઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિોગ પરિણમી કર્યો હોય છે, તથાપિ તે કારણે અત્યંત બળવાન હોય છે; અને તે પણ સંપૂર્ણ જ્ઞાનદશાનું કાર્ય નથી. અમે જે આ લખ્યું છે, તે બહુ વિચારવાથી સમજાશે.
અમારા વિષે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનેગીપણું તે આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યક દ્રષ્ટિપણું તે જરૂર સંભવે છે. કોઈ પ્રકારને સિદ્ધિ જોગ અમે
ક્યારે પણ સાધવાને આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભરતું નથી, એટલે સાધને કરી તે જગ પ્રગટ્યો હોય એવું જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જે કંઈ તેવું ઐશ્વર્ય હોય તે તેનું નહીં હોવાપણું કહી શકાતું નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે; તથાપિ આ પત્ર લખતી વખત એ એશ્વર્યની સ્મૃતિ થઈ છે, નહીં તે ઘણા કાળ થયાં તેમ થવું સ્મરણમાં નથી, તે પછી તે ફુરિત કરવા વિષેની ઈચ્છા ક્યારેય થઈ હોય એમ કહી શકાય નહીં, એ સ્પષ્ટ વાર્તા છે. તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ચૌદ વર્ષનાં દુ:ખનો એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી, તે પછી અમને એ અત્યંત કારણે ક્યારેય જણાવું સંભવતું નથી. તમે શેચ કરવા યોગ્ય નથી, તેમ છતાં કરે છે. તે વાર્તા તમારાથી ન લખાય તે લખાઈ
ન લખાવા વિષે અમારે આ પત્રથી ઉપદેશ નથી, માત્ર જે થાય તે જોયા કરવું, એ નિશ્ચય રાખવાને વિચાર કરે; ઉપગ કરે અને સાક્ષી રહે, એ જ ઉપદેશ છે.
નમસ્કાર પહોંચે.
૪પ૧ મુંબઈ, પ્રથમ અસાડ સુદ ૯, ૧૯૪૯ કૃષ્ણદાસને પ્રથમ વિનયભક્તિરૂપ કાગળ મળ્યો હતો. ત્યારપછી ત્રિભવનને કાગળ અને ત્યાર પછી તમારું પતું પહોંચ્યું છે. ઘણું કરી રવિવારે કાગળ લખી શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org