________________
વર્ષ ૨૬ મું
૩૭૧ તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે છે તે જ સમયે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને વિષે તે ઉપયોગ અનન્ય થાય છે.
એ આદિ જે અનુભવવાર્તા તે જીવને સત્સંગના દ્રઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે.
તે સત્સંગ નિશ્ચયપણે જાણે છે, એવા પુરુષને તે સત્સંગને વેગ રહે એ દુષમકાળને વિષે અત્યંત વિકટ છે.
જે ચિંતાના ઉપદ્રવે તમે ખાઓ છે, તે ચિંતાઉપદ્રવ કોઈ શત્રુ નથી. કોઈ જ્ઞાનવાર્તા જરૂર લખજો.
પ્રેમભક્તિએ નમસ્કાર.
૪૪૭ મુંબઈ, વૈશાખ વદ ૮, ભેમ, ૧૯૪૯ જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી.
ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે અને તેના ઉપાયો કંઈ વિચાર સૂઝે તે કર્યા રહેવું એટલે માત્ર આપણે ઉપાય છે.
સંસારના પ્રસંગમાં ક્વચિત્ જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગગ છે, એવું પ્રાયે હૃદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણું ઘણું પ્રતિકૂળ પ્રસંગેની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતે થઈ પછી વૈરાગ્ય આવે છે; પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણને વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગે સુખદાયક માનવા ઘટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે.
અમુક વખત સુધી અનુકૂળપ્રસંગી સંસારમાં કદાપિ સત્સંગને જગ થયે હોય તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદના થવું દુર્લભ છે; પણ ત્યાર પછી પ્રતિકુળ પ્રતિકૂળ કોઈ કઈ પ્રસંગ બન્યા કર્યા હોય તે તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે, એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણરૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું. કલ્પિત ભાવમાં કઈ રીતે ભૂલ્યા જેવું નથી.
મુંબઈ, વૈશાખ વદ ૯, ૧૯૪૯ શ્રી મહાવીરદેવને ગૌતમાદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય ! “માહણ”, “શ્રમણ, ભિક્ષુ” અને “નિગ્રંથ' એ ચાર શબ્દનો અર્થ શો છે, તે અમને કહો. તે અર્થ ત્યાર પછી શ્રી તીર્થંકર વિસ્તારથી કહેતા હતા. ઘણા પ્રકારની વીતરાગ અવસ્થાઓ તે ચારની અનુક્રમે વિશેષથી વિશેષ કરી કહેતા હતા, અને એમ તે શબ્દનો અર્થ શિષ્ય ધારતા હતા.
નિગ્રંથની ઘણી દશાઓ કહેતાં એક “આત્મવાદપ્રાપ્ત” એ શબ્દ તે નિગ્રંથન તીર્થંકર કહેતા હતા. ટીકાકાર શીલાંગાચાર્ય તે ૧‘આત્મવાદમાસ’ શબ્દનો અર્થ એમ કહેતા હતા કે ઉપગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશ, સંકોચવિકાસનું ભાજન, પિતાનાં કરેલાં કને ભક્તા, વ્યવસ્થા કરી દ્રવ્યપર્યાયરૂપ, નિત્યાનિત્યાદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર.”
૧. જુઓ, શ્રી સૂત્રકૃતાંગસૂત્ર, શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૧૬, ગાથા ૫: કાથવાથપત્ત = આમવદ્વિષાપ્ત आत्मनः उपयोगलक्षणस्य जीवस्यासंख्येयप्रदेशात्मकस्य संकोचविकाशभाजः स्वकृतफलभुजः प्रत्येकसाधारणतया व्यवस्थितस्य द्रव्यपर्यायतया नित्यानित्याद्यनंतधर्मात्मकस्य वा वाद आत्मवादस्तं प्राप्त आत्मवादप्राप्तः सम्यग् यथावस्थितात्मस्वतत्त्ववेदीत्यर्थः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org