________________
જીવને
વર્ષ ૨૬ મું
૩૬૭ છે, તે ભ્રાંતિ એ કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે. એક પારમાર્થિક અને એક વ્યાવહારિક, અને તે બે પ્રકારને એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. સત્પષના દર્શન પ્રત્યે રુચિ થઈ નથી; તેવા તેવા જેગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે, અને તેનું સૌથી મેટું કારણ અસત્સંગની વાસનાઓ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું, અને અસત્કર્શનને વિષે સદર્શનરૂપ બ્રાંતિ તે છે. “આત્મા નામને કઈ પદાર્થ નથી, એવો એક અભિપ્રાય ધરાવે છે, આત્મા નામનો પદાર્થ સંગિક છે', એ અભિપ્રાય કોઈ બીજા દર્શનનો સમુદાય સ્વીકારે છે, આત્મા દેહસ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી”, એ અભિપ્રાય કેઈ બીજા દર્શનનો છે. આત્મા અણુ છે, “આત્મા સર્વવ્યાપક છે, “આત્મા શૂન્ય છે”, “આત્મા સાકાર છે”, “આત્મા પ્રકાશરૂપ છે, “આત્મા સ્વતંત્ર નથી”, “આત્મા કર્તા નથી”, “આત્મા કર્તા છે ભક્તા નથી, આત્મા કર્તા નથી ભક્તા છે”, “આત્મા કર્તા નથી ભક્તા નથી”, “આત્મા જડ છે, “આત્મા કૃત્રિમ છે, એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસદર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પિતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. તે તે ઉપર જણાવ્યાં એકાંત-અયથાર્થપદે જણ આત્માને વિષે અથવા આત્માને નામે ઇશ્વરાદિ વિષે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે, એવું જે અસત્સંગ, નિજેચ્છાપણું અને મિથ્યાદર્શનનું પરિણામ તે
જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ લેશ રહિત એવે શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થે ઘટતું નથી, અને તે અસત્સંગાદિ ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અને પરમાર્થસ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા ગ્ય છે.
પૂર્વે થયા એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પુરુષે તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ તેને અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે, તન્મયપણે જીવસ્વરૂપને વિચારી, જીવસ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી
છે અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકરાદિએ સર્વ પ્રકારની બ્રાંતિરહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્ય છે. આત્માને એક પણ અણુના આહારપરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે સ્પષ્ટ એ અનાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર એ જ છે. તે જેનાર એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પિતે પિતે જ શુદ્ધાત્મા છે, તે ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જોકે ઘટતું નથી, તથાપિ વાણીધર્મે એમ કહ્યું છે. એ જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ચૈતન્યઘન જીવ” તે બે પ્રકારે તીર્થંકરે કહ્યો છે, કે જે સત્પષથી જાણી, વિચારી, સત્કારીને જીવ પિતે તે સ્વરૂપને વિષે સ્થિતિ કરે. પદાર્થમાત્ર તીર્થંકરાદિ જ્ઞાનીએ “વક્તવ્ય” અને અવક્તવ્ય એવા બે વ્યવહારધર્મવાળા માન્યા છે. અવક્તવ્યપણે જે છે તે અહીં ‘અવક્તવ્ય જ છે. વક્તવ્યપણે જે જીવધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થંકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પરુષે કરી જણાય એ છવધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દહાને વિષે કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત ફુટ સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે, તથાપિ યથાવકાશ અત્ર તેને અર્થ લખે છે.
૪૩૮
મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯ સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયક્તા, સુખભાસ;
વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org