________________
વર્ષ ૨૬ મું
૪૨૨
મુંબઈ, કારતક સુદ, ૧૯૪૯ ધર્મસંબંધી પત્રાદિ વ્યવહાર પણ ઘણે છેડે રહે છે, જેથી તમારાં કેટલાંક પત્રની પહોંચ માત્ર લખવાનું બન્યું છે.
જિનાગમમાં આ કાળને “દુષમ” એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે, કેમ કે “દુષમ” શબ્દનો અર્થ “દુઃખે કરીને પ્રાપ્ત થવા ગ્ય એવો થાય છે. તે દુખે કરીને પ્રાપ્ત થવા ગ્ય તે એ એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જે કે પરમાર્થમાર્ગનું દુર્લભપણું તે સર્વ કાળને વિષે છે, પણ આવા કાળને વિષે તે વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે.
અત્ર કહેવાને હેતુ એ છે કે ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જેણે પરમાર્થમાર્ગ આરાધ્યું છે, તે દેહ ધારણ ન કરે; અને તે સત્ય છે, કેમ કે જે તેવા જીવોને સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતે હોત, તે તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા અને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત; અને તેથી આ કાળને “દુષમ કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વારાધક જેનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિષે જે કોઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઈચ્છે તે અવશ્ય આરાધી શકે, કેમ કે દુખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે.
| સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય. એ એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એ અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેનાં ઘણું કારણે પ્રત્યક્ષ દેખાય છે.
પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું છે કે પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org