________________
શ્રીમદ્ રાજચંદ્ર
ભવિતવ્યતા જોગે જો હાલમાં મળ્યા તે ભક્તિ અને વિનય વિષે પૂછેલું સુજ્ઞ ત્રિભોવનના પત્રનું સમાધાન કરીશ.
તમારા પાતાના પણુ જ્યાં અધિક ( અને ત્યાં સુધી કોઈ જ નહીં) એળખીતા ન હોય ત્યાંના સ્થળ માટે તજવીજ થાય તે કૃપા માનશું.
લિ॰ સમાધિ
૨૬૨
મુંબઇ, શ્રાવણ સુદ, ૧૯૪૭ ઉપાધિના ઉદયને લીધે પહેાંચ આપવાનું બની શક્યું નથી, તે ક્ષમા કરશે. અત્ર અમને ઉપાધિના ઉદયને લીધે સ્થિતિ છે. એટલે તમને સમાગમ રહેવા દુર્લભ છે.
આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થકાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે, તેા આ દુષમકાળને વિષે પ્રાપ્તિ પરમ દુર્લભ હેાવી સંભાવ્ય છે એમ જાણી, જે જે પ્રકારે સત્સંગના વિયાગમાં પણ આત્મામાં ગુણેાત્પત્તિ થાય તે તે પ્રકારે પ્રવર્તવાના પુરુષાર્થ વારંવાર, વખતાવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે; અને નિરંતર સત્સંગની ઇચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવેા પુરુષાર્થ છે, એમ જાણી જે કંઇ નિવૃત્તિનાં કારણેા હાય, તે તે કારણેાના વારંવાર વિચાર કરવા યાગ્ય છે.
૧૯૪
અમને આ લખતાં એમ સ્મરણ થાય છે કે શું કરવું ?” અથવા “કોઇ પ્રકારે થતું નથી ?’’ એવું તમારા ચિત્તમાં વારંવાર થઇ આવતું હશે, તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારના વિચાર અકર્તવ્યરૂપ જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઈ નહીં જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણુ ઉત્પન્ન થાય છે, અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત્ સ્વરૂપ
ઉત્પન્ન થાય છે.
દેષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવાના ત્રણ પ્રકાર જ્ઞાનીપુરુષે દીઠા છે. (૧) કઇ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણના વિચાર નથી કરી શક્યો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવાના એક પ્રકાર છે. ( ૨ ) અજ્ઞાનપણાથી, અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા મેધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણુસ્વરૂપ માનતા એવા જીવાના ખીજો પ્રકાર છે. (૩) ઉધ્યાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વે પરસ્વરૂપના સાક્ષી છે એવા એધસ્વરૂપ જીવ, માત્ર ઉદાસીનપણે કર્તા દેખાય છે; એવા જીવાના ત્રીજો પ્રકાર છે.
એમ ત્રણ પ્રકારના જીવસમૂહ જ્ઞાનીપુરુષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર-પિરણામી જેવા ભાસતા એવા જીવા સમાવેશ પામે છે. જુદા જુદા ધર્મની નામક્રિયા કરતા એવા જીવા, અથવા સ્વચ્છંદ-પરિણામી એવા પરમાર્થમાર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહીત જીવે તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિ એ આદિ ભાવને વિષે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયા છે, અથવા થયા કરે છે; સ્વચ્છંદ-પરિણામ જેનું ગળિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. જે પ્રકારે ત્રીને સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. વિચારવાન છે તેને યથાબુદ્ધિએ, સગ્રંથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે, અને અનુક્રમે દોષરહિત એવું સ્વરૂપ તેને વિષે ઉત્પન્ન હેાય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને બીજે ખીજે પ્રકારે વિચારવા, સંભારવા યેાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org