________________
૩૦૭
વર્ષ ૨૫ મું
૩૦૦
વવાણિયા, કારતક સુદ ૮, સેમ, ૧૯૪૮
બે દિવસ પહેલાં પત્ર પ્રાપ્ત થયું છે. સાથેનાં ચારે પત્રો વાંચ્યાં છે.
મગનલાલ, કીલાભાઈ, ખુશાલભાઈ વગેરેની આણંદ આવવાની ઈચ્છા છે તે તેમ કરવામાં કંઈ અડચણ નથી, તથાપિ બીજા મનુષ્યમાં એ વાતથી અમારું પ્રગટપણું જણાય છે, કે એમના સમાગમાથે અમુક મનુષ્ય જાય છે, જે જેમ બને તેમ ઓછું પ્રસિદ્ધિમાં આવવું જોઈએ. તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબંધરૂપ થાય છે.
કલાભાઈને જણાવશે કે તમે પગેચ્છા કરી પણ તેથી કંઈ પ્રયજન સિદ્ધ થઈ શકશે નહીં. કંઈ પૃચ્છા કરવા ઈચ્છા હોય તે તેમણે આણંદ હર્ષપૂર્વક કરવી.
૩૦૧ વવાણિયા, કાર્તિક સુદ ૮, સોમ, ૧૯૪૮ સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય,
જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પિતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.
વિ૦ રાયચંદના ય૦ ૩૦૨ વવાણિયા, કારતક સુદ ૧૩, શનિ, ૧૯૪૮
સત્યં પરં ધીમદિ. (એવું જે ) પરમ સત્યે તેનું અમે ધ્યાન કરીએ છીએ. અત્રથી કા. વદ ૩ બુધના દિવસે વિદાય થવા ઈચ્છા છે.
પૂજ્ય શ્રી દીપચંદજી સ્વામીને વંદન કરી વિજ્ઞાપન કરશે કે જે તેમની પાસે કોઈ દિગંબર સંપ્રદાયનો ગ્રંથ માગધી, સંસ્કૃત કે હિંદી હોય અને તે વાંચવા આપી શકાય તેમ હોય તે લઈ આપની પાસે રાખશે; અથવા તે તે કઈ અધ્યાત્મ જ્ઞાનગ્રંથ હોય તે તે વિષે પૃચ્છા કરશે. તેમની પાસેથી જે કઈ ગ્રંથ તે પ્રાપ્ત થાય તે તે પાછા મેરબીથી તેમને પાંચ આઠ દિવસે પ્રાપ્ત થાય તેમ યેજના કરીશું. મોરબીમાં બીજી ઉપાધિને અભાવ કરવા માટે આ ગ્રંથપૃચ્છા કરી છે. અત્ર કુશળતા છે.
૩૦૩ વવાણિયા, કારતક સુદ ૧૩, શનિ, ૧૯૪૮ શુભેપમાગ્ય શ્રી અંબાલાલ,
અત્રથી વદિ ૩ ના નીકળવાને વિચાર છે. મેરબી પાંચ સાત દિવસ ભાંગવા સંભવ છે, તથાપિ વ્યાવહારિક પ્રસંગ છે એટલે તમને આવવું યંગ્ય નથી. આણંદ સમાગમની ઈચ્છા રાખજે. મોરબીની નિવૃત્ત કરશે. -
વળી એક વાત સ્મૃતિમાં રહેવા જણાવીએ છીએ કે પરમાર્થ પ્રસંગમાં હાલ અમે પ્રગટ રીતે કેઈને પણ સમાગમ કરવાનું રાખ્યું નથી. ઈશ્વરેચ્છા તેવી જણાય છે. સર્વ ભાઈઓને યથાયોગ્ય. દિગંબર ગ્રંથ મળે તે ભલે, નહીં તે થયું.
અપ્રગટ સત્
૧. શ્રીમદ્ ભાગવત, સ્કંધ ૧૨, અધ્યાય ૧૩, શ્લોક ૧૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org