________________
વર્ષ ૨૫ મું
૩૧૧ ૩૧૪ મુંબઈ, પિષ સુદ ૧૧,સેમ, ૧૯૪૮ જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જેવે રે.
આતમ ધ્યાન કરે છે કેઉ, સે ફિર ઈણમેં નાવે; વાક્ય જાળ બીજું સૌ જાણે, એહ તત્વ ચિત્ત ચાવે.
૩૧૫
મુંબઈ, પિષ સુદ ૧૧, ૧૯૪૮ અમે કઈ વાર કંઈ કાવ્ય, પદ, કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યાં, સાંભળ્યાં હોય તે પણ અપૂર્વવત્ માનવાં.
અમે પિતે તે હાલ બનતા સુધી તેવું કંઈ કરવાનું ઈચ્છવા જેવી દશામાં નથી.
સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિને અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. આત્મસંયમને સંભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ. એ જ
શ્રી સ્વરૂપના યથાયેગ્ય. ૩૧૬
મુંબઈ, પિષ વદ ૩, રવિ, ૧૯૪૮ એક પરિનામક ન કરતા દરવ દોઈ,
દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ, એક કરતુતિ દેઈ દર્વ કબહું ન કરે,
દેઈ કરતૃતિ એક દર્વ ન કરતુ હૈ, જીવ પુગલ એક ખેત અવગાહી દો,
અપને અપને રૂપ, કેઉ ન કરતુ હૈ, જડ પરિનામનિકે, કરતા હૈ પુદ્ગલ,
ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.” –સમયસાર
- ૩૧૭.
મુંબઈ, પિષ વદ ૯, રવિ, ૧૯૪૮ એક પરિનામકે ન કરતા દરવ દોઈ, વસ્તુ પિતાના સ્વરૂપમાં જ પરિણમે એ નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન) સ્વરૂપ છે. અને જડને મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં, અને જડનું જડત્વપરિણામ તે કઈ દિવસે ચેતન પરિણામે પરિણમે નહીં, એવી વસ્તુની મર્યાદા છે; અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તે અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં, અર્થાત્ જીવ અને જડ મળી કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં. અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતનપરિણામે પરિણમે અને જડ અચેતન પરિણામે પરિણમે, એમ વસ્તુસ્થિતિ છે માટે જિન કહે છે કે, એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પિતાની સ્થિતિમાં જ હોય, અને પિતાના સ્વભાવમાં પરિણમે.
દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ' તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં, એવી વસ્તુસ્થિતિ છે. એક છવદ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org