________________
વર્ષ ૨૫ મું
૩૧૭ યોગમાં રહીએ છીએ. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી.
જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે. તે વાટે કઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું કયારેય ગ્ય લાગતું નથી, અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તે ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી.
પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે....અનુક્રમે વેદન ક્યાં જવાં એમ કરવું યોગ્ય લાગ્યું છે.
તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા છેડા અંશે પ્રવર્તાય તો પણ તેમ પ્રવર્તવાને અભ્યાસ રાખો અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શેચમાં પડવાને અભ્યાસ એ છે કરજે; એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે.
કઈ પણ પ્રકારનો ઉપાધિપ્રસંગ લખે છે કે, જોકે વાંચ્યામાં આવે છે, તથાપિ તે વિષે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી, એ દેષ કહો કે ગુણ કહો પણ ક્ષમા કરવા યોગ્ય છે.
સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતું નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તે સમાધિ ગૌણભાવે વર્તે છે; અને તે માટે શેચ રહ્યા કરે છે.
લિ૦ વરાગભાવના યથાયોગ્ય
૩૩૦
. મુંબઈ, માહ, ૧૯૪૮ કિસનદાસાદિ જિજ્ઞાસુઓ,
દીર્ઘ કાળ સુધી યથાર્થ બેને પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ થાય છે અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. - જિને બાવીશ પ્રકારના પરિષહ કહ્યા છે, તેમાં દર્શનપરિષહ નામે એક પરિષહ કહ્યો છે, તેમજ એક બીજે અજ્ઞાનપરિષહ નામને પરિષહ પણ કહ્યો છે. એ બન્ને પરિષહુને વિચાર કરવા યોગ્ય છે એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે, અર્થાત્ તે ભૂમિકા (ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાને સંભવ છે.
કોઈ પણ પ્રકારે પિતે કંઈ મનમાં સંક૯પ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તે તે સંક૯પેલું પ્રાયે (જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે)
છે, એમ જણાય છે. - યથાર્થ બોધ એટલે શું તેને વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે.
| ‘અધ્યાત્મસાર’નું વાંચન, શ્રવણ ચાલે છે તે સારું છે. અનેક વાર ગ્રંથ વંચાવાની ચિંતા નહીં, પણ કઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું એગ્ય છે.
પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું – થવું – તેને “દર્શનપરિષહ કહ્યો છે. એ પરિષહ ઉત્પન્ન થાય તે તે સુખકારક છે; પણ જે ધીરજથી તે વેદાય તે તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે.
તમે ‘દર્શનપરિષહમાં કોઈ પણ પ્રકારે વર્તે છે, એમ જો તમને લાગતું હોય તે તે ધીરજથી દવા ગ્ય છે; એમ ઉપદેશ છે. ‘દર્શનપરિષહમાં તમે પ્રાયે છે, એમ અમે જાણીએ છીએ.
૧. કાગળ ફાટવાથી અક્ષર ઊડી ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org