________________
વર્ષ ૨૫ મું
૩૯
મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮ તે પુરુષ નમન કરવા યોગ્ય છે,
કીર્તન કરવા ગ્ય છે,
પરમપ્રેમે ગુણગ્રામ કરવા ચોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે ધ્યાન કરવા ગ્ય છે,
જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી
કઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી. આપનાં ઘણાં પત્ર મળ્યાં છે. ઉપાધિગ એવા પ્રકારે રહે છે કે તેનાં વિદ્યમાનપણમાં પત્ર લખવા એગ્ય અવકાશ રહેતું નથી, અથવા તે ઉપાધિને ઉદયરૂપ જાણુ મુખ્યપણે આરાધતાં તમ જેવા પુરુષને પણ ચાહીને પત્ર લખેલ નથી; તે માટે ક્ષમા કરવા યોગ્ય છે. તે ચિત્તને વિષે જેવું આ ઉપાધિયોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વર્તે છે, તેવું મુક્તપણું અનુપાધિપ્રસંગમાં પણ વર્તતું નહોતું; એવી નિશ્ચળદશા માગશર સુદ ૬ થી એકધારાએ વતી આવી છે.
તમારા સમાગમની ઘણી ઈચ્છા રહે છે, તે ઈચ્છાને સંકલ્પ દિવાળી પછી “ઈશ્વર” પૂર્ણ કરશે એમ જણાય છે.
મુંબઈ તે ઉપાધિસ્થાન છે, તેમાં આપ વગેરેને સમાગમ થાય તો પણ ઉપાધિ આડે યથાયોગ્ય સમાધિ પ્રાપ્ત ન હોય, જેથી કોઈ એવું સ્થળ ધારીએ છીએ કે જ્યાં નિવૃત્તિ જોગ વર્તે.
લીમડી દરબાર સંબંધી પ્રશ્નોત્તર અને વિગત જાણી છે. હાલ “ઈશ્વરેચ્છા તેવી નથી. પ્રશ્નોત્તર માટે ખીમચંદભાઈ મળ્યા હોત તે એગ્ય વાર્તા કરત. તથાપિ તે જગ બન્યું નથી, અને તે હાલ ન બને તે ઠીક, એમ અમને મનમાં પણ રહેતું હતું
આપનાં આજીવિકા સાધન સંબંધી વાર્તા લક્ષમાં છે, તથાપિ અમે તો માત્ર સંક૯૫ધારી છીએ. ઈશ્વર ઈચ્છા હશે તેમ થશે. અને તેમ થવા દેવા હાલ તે અમારી ઈચ્છા છે.
પરમપ્રેમે નમસ્કાર પહોંચે. ૪૦૧ મુંબઈ, ભાદરવા સુદ ૧, ભેમ, ૧૯૪૮
# સત્ શુભવૃત્તિ મણિલાલ, બોટાદ.
તમારા વૈરાગ્યાદિ વિચારોવાળું એક પત્ર ત્રણેક દિવસ પહેલાં સવિસ્તર મળ્યું છે.
જીવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ અને તે સાથે શમ, દમ, વિવેકાદિ સાધને અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જેગ પ્રાપ્ત થાય તે જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે, એમ જાણીએ છીએ. (ઉપલી લીટીમાં જોગ” શબ્દ લખ્યો છે તેનો અર્થ પ્રસંગ અથવા સત્સંગ એવો કરવો.)
અનંતકાળ થયાં જવાનું સંસારને વિષે પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિષે એણે અનંત એવાં જપ, તપ, વૈરાગ્યાદિ સાધને કર્યા જણાય છે, તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે, એવાં એક્કે સાધન થઈ શક્યાં હોય એમ જણાતું નથી. એવાં તપ, જપ, કે વૈરાગ્ય અથવા બીજાં સાધને તે માત્ર સંસારરૂપ થયાં છે; તેમ થયું તે શા કારણથી ? એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા. યોગ્ય છે. (આ સ્થળને વિષે કઈ પણ પ્રકારે જપ, તપ, વૈરાગ્યાદિ સાધને નિષ્ફળ છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org