________________
વર્ષ ૨૫ મું
૩૫૧ અને અત્યારે કંઈ લખવું બનાવી શકાય એમ ભાસતું નથી, જે માટે અત્યંત નમ્રપણે ક્ષમા ઈચ્છી આ પત્ર પરિસમાપ્ત કરું છું.
સહજ સ્વરૂપ ૪૦૩ મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગુરુ, ૧૯૪૮ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મને છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી. તમે હાલ જે નિષ્ઠા, વચનને શ્રવણ પછી, અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેયજોગ છે. દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિરૂપ થાય છે.
જીવે ધર્મ પિતાની કલ્પના વડે અથવા કલપનાપ્રાસ અન્ય પુરષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.
૪૦૪ મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગ૨, ૧૯૪૮ સ્વસ્તિ શ્રી સ્તંભતીર્થ શુભસ્થાને સ્થિત, શુભવૃત્તિસંપન્ન મુમુક્ષુભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે,
સંસારકાળથી તે અત્ર ક્ષણ સુધીમાં તમ પ્રત્યે કઈ પણ પ્રકારને અવિનય, અભક્તિ, અસત્કાર કે તેવા બીજા અન્ય પ્રકાર સંબંધી કઈ પણ અપરાધ મન, વચન, કાયાના પરિણામથી થયે હોય તે સર્વ અત્યંત નમ્રપણે, તે સર્વ અપરાધના અત્યંત લય પરિણામરૂ૫ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે કરી ક્ષમાવું છું; અને તે ક્ષમાવવાને ગ્ય છું. તમને કોઈ પણ પ્રકારે તે અપરાધાદિને અનુપગ હોય તે પણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કઈ પ્રકારે પણ સંભાવના જાણી અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્ર ક્ષણ લઘુત્વપણે વિનંતિ છે. અત્યારે એ જ.
૪૦૫ મુંબઈ, ભાદરવા સુદ ૧૦, ગુરુ, ૧૯૪૮ અત્ર ક્ષણપર્યત તમ પ્રત્યે કઈ પણ પ્રકારે પૂર્વાદિ કાળને વિષે મન, વચન, કાયાના વેગથી જે જે અપરાધાદિ કંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઈચ્છું છું; હવે પછીના કોઈ પણ કાળને વિષે તમ પ્રત્યે તે પ્રકાર છે અસંભવિત જાણું છું, તેમ છતાં પણ કેઈક અનુપગભાવે દેહપર્યતને વિષે તે પ્રકાર ક્વચિત્ થાય છે તે વિષે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઈચ્છું છું અને તે ક્ષમારૂપભાવ આ પત્રને વિચારતાં વારંવાર ચિંતવી તમે પણ તે સર્વ પ્રકાર અમ પ્રત્યેના પૂર્વકાળના, વિસ્મરણ કરવાને યોગ્ય છે. કંઈ પણ સત્સંગવાર્તાને પરિચય વધે તેમ યત્ન કર ગ્ય છે. એ જ વિનંતિ.
રાયચંદ
- ૪૦૬ મુંબઈ, ભાદરવા સુદ ૧૨, રવિ, ૧૯૪૮ પરમાર્થ શીધ્ર પ્રકાશ પામે તેમ થવા વિષે તમ બન્નેને આગ્રહ પ્રાપ્ત થયે, તેમ જ વ્યવહારચિંતા વિષે લખ્યું, અને તેમાં પણ સકામપણું નિવેદન કર્યું તે પણ આગ્રહરૂપે પ્રાપ્ત થયેલ છે. હાલ તે એ સર્વ વિસર્જન કરવારૂપ ઉદાસીનતા વર્તે છે; અને તે સર્વ ઈશ્વરેચ્છાધીન સેંપવા યોગ્ય છે. હાલ એ બેય વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા યોગ્ય છે.
જે બને તે તમે અને ગોસળિયા કંઈ અપૂર્વ વિચાર આવ્યા હોય તે તે લખશે. એ જ વિનંતિ.
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org