________________
૩૫ર
શ્રીમદ્ રાજચંદ્ર
४०७ મુંબઈ, ભાદરવા વદ ૩, શુક, ૧૯૪૮ શુભવૃત્તિ સંપન્ન મણિલાલ, ભાવનગર.
વિત્ર યથાયોગ્યપૂર્વક વિજ્ઞાપન.
તમારું પત્ર ૧ આજે પહોંચ્યું છે, અને તે મેં વાંચ્યું છે. અત્રેથી લખેલું પત્ર તમને મળવાથી થયેલે આનંદ નિવેદન કરતાં તમે દીક્ષા સંબંધી વૃત્તિ હાલ ક્ષોભ પામવા વિષેનું લખ્યું, તે ક્ષોભ હાલ એગ્ય છે.
કોધાદિ અનેક પ્રકારના દોષે પરિક્ષણ પામી ગયાથી, સંસારત્યાગરૂપ દીક્ષાગ્ય છે, અથવા તે કઈ મહત પુરૂષના યોગે યથાપ્રસંગે તેમ કરવું યોગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી; અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ બ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે અથવા તે તેથી વિશેષ અંતરાય પડે એ જોગ ઉપાર્જન કરે છે. માટે હાલ તે તમારે તે ક્ષેભ ગ્ય જાણીએ છીએ.
તમારી ઈચ્છા અત્ર સમાગમમાં આવવા વિષેની વિશેષ છે એ અમે જાણીએ છીએ, તથાપિ હાલ તે જગની ઈચ્છા વિરોધ કરવા યોગ્ય છે, અર્થાત્ તે જેમ બને અશક્ય છે, અને એ ખુલાસે પ્રથમના પત્રમાં લખ્યું છે, તે તમે જાણી શક્યા હશે. આ તરફ આવવા વિષેની ઈચ્છામાં તમારા વડીલાદિ તરફને જે નિરોધ છે તે નિધથી હાલ ઉપરવટ થવાની ઈચ્છા કરવી ગ્ય નથી. અમારું તે પ્રદેશની લગભગથી કઈ વાર જવા આવવાનું હોય ત્યારે વખતે સમાગમગ થવા જોગ હશે તે થઈ શકશે.
મતાગ્રહ વિષે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે અને હાલ તો ગૃહસ્થ ધર્મને અનુસરવું પણ યોગ્ય છે. પિતાના હિતરૂપ જાણી કે સમજીને આરંભ પરિગ્રહ સેવવા યોગ્ય નથી; અને આ પરમાર્થ વારંવાર વિચારી સગ્રંથનું વાંચન, શ્રવણ, મનનાદિ કરવા યોગ્ય છે. એ જ વિનંતિ.
નિષ્કામ યથાયેગ્ય. ૪૦૮ મુંબઈ, ભાદરવા વદ ૮, બુધ, ૧૯૪૮
૩ નમસ્કાર જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે, અર્થાત્ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિને ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદના થયા કરે છે. એ ઉદયના કમમાં કઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી, અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષનું પણ તે સનાતન આચરણ છે; તથાપિ જેમાં નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે-કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણે જ આત્માને વિષે વર્તે છે, તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગપ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદયગ છે, એમ જાણું ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત્ વિશેષ ખેદ પામીએ છીએ; અને તે ખેદનું કારણ વિચારી જોતાં તો પરાનુકંપારૂપ જણાય છે. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે ઉદયમાં બીજા કેઈને સુખ, દુઃખ, રાગ, દ્વેષ, લાભ, અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિષે લેક પ્રસંગની વિચિત્ર બ્રાંતિ જોઈ ખેદ થાય છે. જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું, અને કર્તા તરીકે ભાસ્યમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org