________________
વર્ષ ૨૫ મું
૩૫૩
એમ છતાં પણ કોઈને ખેદ, દુઃખ, અલાભનું કારણ તે સાક્ષીપુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે તે તે પ્રસંગમાં તે સાક્ષીપુરુષનું અત્યંત વિકટપણું નથી. અમને તે અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગના ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીના છે. ( ‘ધર્મ’ શબ્દ આચરણને બદલે છે.)
એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વરેચ્છા હશે તે થશે.
૪૦૯ મુંબઈ, આસા સુદ ૧, બુધ, ૧૯૪૮ જીવનું કર્તૃત્વકતૃત્વપણું સમાગમે શ્રવણ થઇ નિદિધ્યાસન કરવા ચેાગ્ય છે. વનસ્પતિ આદિના જોગથી પાર બંધાઇ તેનું રૂપાં વગેરે રૂપ થવું તે સંભવતું નથી, તેમ નથી. ચેાગસિદ્ધિના પ્રકારે કઈ રીતે તેમ બનવા યેાગ્ય છે, અને તે યેાગનાં આઠે અંગમાંનાં પાંચ જેને પ્રાપ્ત છે તેને વિષે સિદ્ધિજોગ હોય છે. આ સિવાયની કલ્પના માત્ર કાળક્ષેપરૂપ છે. તેના વિચાર ઉદય આવે તે પણ એક કૌતુકભૂત છે. કૌતુક આત્મપરિણામને વિષે ચૈગ્ય નથી. પારાનું સ્વાભાવિક પારાપણું છે.
૪૧૦
મુંબઇ, આસા સુદ ૭, ભામ, ૧૯૪૮
પ્રગટ આત્મસ્વરૂપ અવિચ્છિન્નપણે ભજવા યેાગ્ય છે. વાસ્તવિક તે એમ છે કે કરેલાં કર્મ ભાગન્યા વિના નિવૃત્ત થાય નહીં, અને નહીં કરેલું એવું કંઈ કર્મફળ પ્રાપ્ત થાય નહીં. કાઈ કાઇ વખત અકસ્માત્ કાર્યનું શુભ અથવા અશુભ વર અથવા શાપથી થયેલું દેખવામાં આવે છે, તે કંઈ નહીં કરેલાં કર્મનું ફળ નથી. કોઇ પણ પ્રકારે કરેલાં કર્મનું ફળ છે.
એકેન્દ્રિયનું એકાવતારીપણું અપેક્ષાએ જાણવા યેાગ્ય છે. એ જ વિનંતિ.
૪૧૧ મુંબઇ, આસા સુદ ૧૦ (દશેરા ), ૧૯૪૮ ભગવતી’ વગેરે સિદ્ધાંતને વિષે જે કોઇ કાઈ જીવાના ભવાંતરનું વર્ણન કર્યું છે, તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. તીર્થંકર તે પૂર્ણ આત્મસ્વરૂપ છે. પરંતુ જે પુરુષો માત્ર યોગધ્યાનાદિકના અભ્યાસબળ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે; અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. ક્વચિત્ જ્ઞાનના તારતમ્યક્ષયે પશમ ભેદે તેમ નથી પણ તું, તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે, પુરુષ તેા નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણું છે. આત્મા નિત્ય છે, અનુભવરૂપ છે, વસ્તુ છે, એ એ પ્રકારેા અત્યંતપણે દૃઢ થવા અર્થે શાસ્ત્રને વિષે તે પ્રસંગેા કહેવામાં આવ્યા છે.
ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય તે આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઇને થતું નથી, એમ કહેવા તુલ્ય છે; તથાપિ એમ તેા નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પાતાના તેમજ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઇ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી. પ્રત્યેક ઠેકાણે તીર્થંકર ભિક્ષાર્થે જતાં સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવા યોગ્ય નથી; અથવા શાસ્ત્રમાં કહેલાં વાકયોના તેવા અર્થ થતા હોય તે તે સાપેક્ષ છે; લેાકભાષાનાં એ વાક્ય સમજવા યોગ્ય છે. રૂડા પુરુષનું આગમન કોઈને ત્યાં થાય તે તે જેમ
Jain Education International
d
For Private & Personal Use Only
www.jainelibrary.org