________________
૩ર૬
શ્રીમદ્ રાજચંદ્ર વિચારસાગર' અનુક્રમે (પ્રારંભથી છેવટ સુધી) વિચારવાને હાલ પરિચય રાખવાનું બને તે કરવા એગ્ય છે.
માર્ગ બે પ્રકારનો જાણીએ છીએ. એક ઉપદેશ થવા અર્થને માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ. વિચારસાગર' ઉપદેશ થવા અર્થે વિચારવા ગ્ય છે.
જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની થવાને નથી જણાવતા; વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા; તેમ જ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણવતા માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈની અને વેદાંતી આદિને ભેદ ત્યાગ કરે. આત્મા તેવો નથી.
૩૫૯
વદ ૮, ૧૯૪૮ હૃદયરૂપ સુભાગ્ય,
આજે પત્ર ૧ પ્રાપ્ત થયું છે. ( પત્ર વાંચવા પરથી અને વૃત્તિજ્ઞાન પરથી હાલ આપને કાંઈક ઠીક રીતે ધીરજબળ રહે છે એમ જાણું સંતેષ છે.
કોઈ પણ પ્રકારે પ્રથમ તે જીવનું પિતાપણું ટાળવાયેગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવ નથી. હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દ્રઢ રાખી વર્તે છે, એ પણ સાપેક્ષ સુખરૂપ છે. જે કંઈ વિચારે લખવા ઈચ્છા થાય તે લખવામાં ભેદ નથી રાખતા એમ અમે પણ જાણીએ છીએ.
૩૬. મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૪૮ જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે. જેને બેધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે.
જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે.
જે જીવને પરિતૃપ્તપણે વર્યા કરતું ન હોય તે અખંડ એવો આત્મબોધ તેને સમજ નહીં.
મુંબઈ, વૈશાખ સુદ ૩, શુક, (અક્ષયતૃતીયા), ૧૯૪૮ ભાવસમાધિ છે. બાહ્યઉપાધિ છે; જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે, તથાપિ સમાધિ વર્તે છે.
૩૬૨ મુંબઈ, વૈશાખ સુદ ૪, શનિ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય,
નમસ્કાર પહોંચે. અત્ર આત્મતા હોવાથી સમાધિ છે.
અમે પૂર્ણકામપણે વિષે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષેથી નિઃસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org