________________
૩૩૨
શ્રીમદ્ રાજચંદ્ર પ્રયોજનરૂપ છે. તેને સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સન્શાસ્ત્રનું વિચારવું એ છે. જે કઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતે હોય, સર્વથા દુઃખથી મુક્તપણે તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજે કઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરને, કુળધર્મને, લેકસંજ્ઞારૂપ ધર્મને, ઘસંજ્ઞારૂપ ધર્મને ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજ ગ્ય છે.
એક મેટી નિશ્ચયની વાર્તા તે મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કેઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ૭, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે.
યથાપ્રારબ્ધ સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિગે વિષમતા આવતી નથી. કંટાળો અત્યંત આવી જતાં છતાં ઉપશમનું, સમાધિનું યથારૂપ રહેવું થાય છે, તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્યા કરે છે. સત્સંગનું અત્યંત માહાસ્ય પૂર્વભવે વેદન કર્યું છે, તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગાણે તે ભાવના સ્કુરિત રહ્યા કરે છે.
જ્યાં સુધી આ ઉપાધિગને ઉદય છે ત્યાં સુધી સમવસ્થાને તે નિર્વાહ એવું પ્રારબ્ધ છે, તથાપિ જે કાળ જાય છે તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે.
નિવૃત્તિ જેવાં ક્ષેત્રે ચિત્તસ્થિરતાએ હાલ “સૂત્રકૃતાંગસૂત્ર'નું શ્રવણ કરવા ઈચ્છા હોય તે. કરવામાં બાધા નથી. માત્ર જીવને ઉપશમાથે તે કરવું યેગ્ય છે. કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું યેગ્ય નથી. તે “સૂત્રકૃતાંગ”ની રચના જે પુરુષોએ કરી છે, તે આત્મસ્વરૂપ પુરુષ હતા, એ અમારે નિશ્ચય છે.
“આ કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયું છે તે કેમ ટે? એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી બેધ પામવાથી ત્રુટે એવું તે “સૂત્રકૃતાંગ”નું પ્રથમ વાક્ય છે. “તે બંધન શું? અને શું જાણવાથી તે ગુટે? એવું બીજું. પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે અને તે બંધન વીરસ્વામીએ શા
કહ્યું છે? એવા વાકયથી તે પ્રશ્ન મૂકડ્યું છેઅર્થાત્ શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે, આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું કહેલું તમને કહીશું, કેમ કે આત્મસ્વરૂપ પુરુષ આત્મસ્વરૂપાળું અત્યંત પ્રતીતિ યંગ્ય છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા ગ્ય છે. ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિમાર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં, અને જગતવાસી જીવેએ અજ્ઞાની ઉપદેશથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાને યથાર્થપણે નિશ્ચય કર્યો છે, તે નિશ્ચયને ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના, અમે જે અનુભવ્યો છે એ સમાધિમાર્ગ, તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો શી રીતે ફળીભૂત થશે? એવું જાણી ગ્રંથકાર કહે છે કે, આવા માર્ગને ત્યાગ કરી કેઈ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે, વગર વિચાર્યું, અન્યથા પ્રકારે માર્ગ કહે છે એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે, કે પંચમહાભૂતનું જ કઈ અસ્તિત્વ માને છે, આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે, જેમ ઘટતું નથી. એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. જે જીવે પોતાનું નિત્યપણું જાણ્યું નથી, તે પછી નિર્વાણનું પ્રયત્ન શા અર્થે થાય? એ અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયને બંધ કરી, યથાર્થ માર્ગ વિના છૂટકે નથી, ગર્ભપણું ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણ ટળે નહીં, દુઃખ ટળે નહીં, આધિ, વ્યાધિ, ઉપાધિ કંઈ ટળે નહીં, અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીઓ તે સૌ તેવા પ્રકારને વિષે વસ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org