________________
વર્ષે ૨૫ મું
૩૩૭
પ્રારબ્ધ ક્રમ તેવો વર્તતા નથી. ઉદીરણા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી.
જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહુન થઈ શકે નહીં. બીજા અવયવોરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું, અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ અને છે. ઘણી ક્રિયા તા શૂન્યપણાની પેઠે વર્તે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિોગ તે બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ એન્ડ્રુ લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. તે જેમ દુઃ ખે—અત્યંત દુઃખે—થયું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા ખરાખર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હેાવાથી વેદનાને સમ્યપ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે. આ વાત લખવાના આશય તે એમ છે કે આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિષે આવે! ઉપાધિજોગ વેઢવાના જે પ્રસંગ છે, તેને કેવા ગણવા ? અને આ બધું શા અર્થે કરવામાં આવે છે? જાણતાં છતાં તે મૂકી કેમ દેવામાં આવતા નથી ? એ બધું વિચારવા યેાગ્ય છે.
મણિ વિષે લખ્યું તે સત્ય છે.
ઈશ્વરેચ્છા’ જેમ હશે તેમ થશે. વિકલ્પ કરવાથી ખેદ થાય; અને તે તે જ્યાં સુધી તેની ઇચ્છા હેાય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. સમ રહેવું ાગ્ય છે.
બીજી તેા કંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી, સત્તારૂપ કોઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા તે તે અનુક્રમે સંવેદન કરવી છે. એક સત્સંગ તમરૂપ સત્સંગની સ્પૃહા વર્તે છે. રુચિમાત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્યરૂપ વાત કયાં કહેવી ? આશ્ચર્ય થાય છે. આ જે દેહ મળ્યા તે પૂર્વે કોઇ વાર મળ્યા ન હ તા, ભવિષ્યકાળે પ્રાપ્ત થવા નથી. ધન્યરૂપ—કૃતાર્થરૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિજોગ જોઇ લેાકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી, અને પૂર્વે જે સત્પુરુષનું એળખાણ પડ્યું નથી, તે તે આવા ચેાગનાં કારણથી છે. વધારે લખવું સૂઝતું નથી. નમસ્કાર પહોંચે. ગેાશળિયાને સમપરિણામરૂપ યથાયેાગ્ય અને નમસ્કાર પહોંચે.
સમસ્વરૂપ શ્રી રાયચંદ્રના યથાયાગ્ય.
૩૮૬
પત્રા પ્રાપ્ત થયેલ છે. અત્ર ઉપાધિનામે પ્રારબ્ધ વર્તવું એ વાત અત્યંત વિકટ છે; જે વર્તે છે તે થાડા
આનંદઘનજીએ એક સ્થળે એમ કહ્યું છે કે,—
૩૮૭
મુંબઈ, શ્રાવણ સુદ, ૧૯૪૮
જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયેાગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યેાગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું એળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયેાગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે ક્રમે કરી જ્ઞાની થાય છે.
-
મુંબઈ, અસાડ વદ ૦)), ૧૯૪૮ ઉદયપણે છે. ઉપાધિને વિષે વિક્ષેપરહિતપણે કાળને વિષે પરિપક્વ સમાધિરૂપ હોય છે. સમાત્મપ્રદેશ સ્થિતિએ યથાયાગ્ય. શાંતિ:
Jain Education International
૧‘જિન થઈ' ‘જિનને' જે આરાધે, તે સહી જિનવર હાવે રે; ભૃગી ઋલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે .
જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કોઈ નિને એટલે કૈવલ્યજ્ઞાનીને — વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કેવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઇયળનું પ્રત્યક્ષ સમજાય એવું દૃષ્ટાંત આપ્યું છે.
૧. પાઠાંતર : જિન સ્વરૂપ થઈ જિન આરાધે..
For Private & Personal Use Only
www.jainelibrary.org