________________
વર્ષ ૨૫ મું
૩ર૩ ૩૪૫ મુંબઈ, ફાગણ વદ ૧૧, ગુરુ, ૧૯૪૮ કોઈ પણ પ્રકારે સત્સંગનો જેમ બને તે તે કર્યા રહેવું, એ કર્તવ્ય છે, અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકેચાતું રહેવું, એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે.
મુંબઈ, ફાગણ વદ ૧૪, રવિ, ૧૯૪૮
૩૪૬ બધા પ્રશ્નોના ઉત્તર મુલતવવાની ઇચ્છા છે. પૂર્વકર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. કપાભાવ રાખજો ને પ્રણામ માનજો.
૩૪૭ મુંબઈ, ફાગણ વદ ૦)), સેમ, ૧૯૪૮ આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે,
- વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે. અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજસમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિન જોગ વિશેષપણે ઉદયપ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે.
તે જાણીએ છીએ કે ઘણુ કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે.
તમારાં ઘણું પત્ર–પત્તાં અમને પહોંચ્યાં છે. તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. તે સર્વ પ્રશ્નોને ઘણું કરી ઉત્તર લખવામાં આવ્યો નથી, તેને માટે ક્ષમા આપવી એગ્ય છે.
તે પત્રોમાં કોઈ કોઈ વ્યાવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે, જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. તેમ તે વાર્તા સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂઝતું નથી. એટલે તે માટે પણું ક્ષમા આપવા ગ્ય છે.
- હાલ અત્ર અને વ્યાવહારિક કામ તે પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ; તથાપિ તે મન વ્યવહારમાં ચુંટતું નથી, પિતાને વિષે જ રહે છે, એટલે વ્યવહાર બહુ બેજારૂપે રહે છે. - આ લેક ત્રણે કાળને વિષે દુઃખે કરીને પીડાતે માનવામાં આવ્યો છે, અને તેમાં પણ આ વર્તે છે. તે તે મહા દુષમકાળ છે; અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એ જે કર્તવ્ય૩૫ શ્રી સત્સંગ તે તે સર્વ કાળને વિષે પ્રાપ્ત થ દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થવે ઘણે ઘણે દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી.
અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શેકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયેથી અપ્રતિબંધ જેવું છે કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી”, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તે વિયેગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનને કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે.
જ્ઞાન સંબંધી પ્રશ્નોને ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે કરવામાં પ્રતિબંધ કરનારી એક ચિત્તસ્થિતિ થઈ છે, જેથી હાલ તે તે વિષે ક્ષમા આપવા ગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org