________________
વર્ષ ૨૫ મું
૨૯૮ વવાણિયા, કાર્તિક સુદ ૪, ગુરુ, ૧૯૪૮ કાળ વિષમ આવી ગયું છે. સત્સંગને જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે, એટલે ક્યાંય સાતું નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી. અનેક પ્રકારની વિટંબના તે અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં એ મેટી વિટંબના છે. લેમસંગ રુચતું નથી.
૨૯૯ વવાણિયા, કાર્તિક સુદ ૭, રવિ, ૧૯૪૮ ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતુના ચરણમાં રહેવું.
અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું એગ્ય છે, અને શું કરવું અગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે.
એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામના છે.
માટે એમાંથી જે જે સાધને થઈ શક્તાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યું છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યકત્વસિદ્ધિ થતી નથી. * વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org