________________
૨૫૦
શ્રીમદ્ રાજચંદ્ર અગ્રેસર થવું. લખ્યું ઘણું કરી જાણશે.
ગુણઠાણ એ સમજવા માટે કહેલાં છે. ઉપશમ અને ક્ષેપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનને સંભવ નથી; ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમશ્રેણું બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળને ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કેઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તે કંઈ બાધ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે.
દશપૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીરદેવની શિક્ષા વિષે આપે જણાવ્યું તે ખરું છે. એણે તે ઘણુંય કહ્યું હતું; પણ રહ્યું છે થેડું અને પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં છે. બાકીના ગુફામાં છે. કોઈ કઈ જાણે છે પણ તેટલું યોગબળ નથી.
કહેવાતા આધુનિક મુનિઓને સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે. એ જ વિનંતિ.
વિ. આ૦ રાયચંદ
૧૭૧ મુંબઈ, કારતક સુદ ૧૪, બુધ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ ઈ૦
ખંભાત. શ્રી મુનિનું આ સાથે પત્ર બીડ્યું છે. તે તેમને સંપ્રાપ્ત કરશો. નિરંતર એક જ શ્રેણી વર્તે છે. હરિકૃપા પૂર્ણ છે.
ત્રિભવને વર્ણવેલી એક પત્રની દશા સ્મરણમાં છે. ફરી ફરી એને ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યું છે તે જ આવે છે. પત્ર લખવાને ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટે છે, એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગને ક્રમ વીસર્યા એમ સમજી લેજો. આ એક ભવિષ્ય કાળે સ્મરણ કરવાનું કથન છે.
સત્ શ્રદ્ધા પામીને જે કોઈ તમને ધર્મ નિમિતે ઈરછે તેને સંગ રાખે.
વિ. રાયચંદના ય૦
૧૭૨ મેહમયી, કાર્તિક સુદિ ૧૪, બુધ, ૧૯૪૭ સજિજ્ઞાસુ-માર્ગાનુસારી મતિ.
ખંભાત. ગઈ કાલે પરમભક્તિને સૂચવનારું આપનું પત્ર મલ્યું. આહાદની વિશેષતા થઈ.
અનંત કાળથી પિતાને પિતા વિષેની જ બ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાગ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય ?
નિરંતર ઉદાસીનતાને કમ સેવ; સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષનાં ચરિત્રનું સ્મરણ કરવું; પુરુષનાં લક્ષણનું ચિંતન કરવું; પુરુષેની મુખાકૃતિનું હૃદયથી અવકન કરવું;
૧. સાથે પત્ર નં. ૧૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org