________________
૨૭૦
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાની પુરુષો ત્રિકાળની વાત જાણતાં છતાં પ્રગટ કરતા નથી, એમ આપે પૂછ્યું; તે સંબંધમાં એમ જણાય છે કે ઈશ્વરી ઈચ્છા જ એવી છે કે અમુક પારમાર્થિક વાત સિવાય જ્ઞાની બીજી ત્રિકાળિક વાત પ્રસિદ્ધ ન કરે, અને જ્ઞાનની પણ અંતર-ઇચ્છા તેવી જ જણાય છે. જેની કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી, એવા જ્ઞાની પુરુષને કંઈ કર્તવ્યરૂપ નહીં હોવાથી જે કંઈ ઉદયમાં આવે તેટલું જ કરે છે.
અમે કંઈ તેવું જ્ઞાન ધરાવતા નથી કે જેથી ત્રણે કાળ સર્વ પ્રકારે જણાય, અને અમને એવા જ્ઞાનને કંઈ વિશેષ લક્ષે નથી; અમને તે વાસ્તવિક એવું જ સ્વરૂપ તેની ભક્તિ અને અસંગતા, એ પ્રિય છે. એ જ વિજ્ઞાપન. વેદાંત ગ્રંથ પ્રસ્તાવના મલાવ્યું હશે, નહીં તે તરત મોક્લાવશે.
વિ આજ્ઞાંક્તિ
૨૧૪ મુંબઈ, ફાગણ સુદ ૫, રવિ, ૧૯૪૭ અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જેવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી; અને પિતાની અહંરૂપ બ્રાંતિને પરિત્યાગ કરે. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભેગની ઈચ્છા ત્યાગવી ગ્ય છે, અને એમ થવા માટે પુરુષના શરણુ જેવું. એકકે ઔષધ નથી. આ નિશ્ચયવાર્તા બિચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરુણા આવે છે. હે નાથ, તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે.
આજે કૃપાપૂર્વક આપે મોકલેલું વેદાંતનું “પ્રધશતક નામનું પુસ્તક પહોંચ્યું. ઉપાધિની નિવૃત્તિના પ્રસંગમાં તેનું અવેલેકન કરીશ.
ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. ક્વચિત્ મનેયેગને લીધે ઈરછા ઉત્પન્ન છે તે ભિન્ન વાત, પણ અમને તે એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારે પરમ ઉદાસીન ભાવ વર્તે છે તે સાવ સોનાનું થાય તે પણ અમને તૃણવત્ છે; અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે.
આજ્ઞાંકિત
૨૧૫
મુંબઈ, ફાગણ સુદ ૮, ૧૯૪૭ આપનું કૃપાપાત્ર પ્રાપ્ત થયું, એમાં કરેલાં પ્રશ્નોને સવિગત ઉત્તર બનતાં સુધી તરતમાં લખીશ.
એ પ્રશ્નો એવાં પારમાર્થિક છે કે મુમુક્ષુ પુરુષે તેને પરિચય કરવો જોઈએ. હજારે પુસ્તકના પાઠીને પણ એવા પ્રશ્નો ઊગે નહીં, એમ અમે ધારીએ છીએ; તેમાં પણ પ્રથમ લખેલું પ્રશ્ન (જગતના સ્વરૂપમાં મતાંતર કાં છે?) તે જ્ઞાની પુરુષ અથવા તેની આજ્ઞાને અનુસરનાર પુરુષ જ ઉગાડી શકે. અત્ર મનમાનતી નિવૃત્તિ નથી રહેતી; જેથી એવી જ્ઞાનવાર્તા લખવામાં જરા વિલંબ કરવાની જરૂર થાય છે. છેલ્લે પ્રશ્ન અમારા વનવાસનું પૂછ્યું છે, એ પણ જ્ઞાનીની જ અંતવૃત્તિ જાણનાર પુરુષ વિના કેઈકથી જ પૂછી શકાય તેવું પ્રશ્ન છે.
આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કઈ ભક્તિમાન પુરુષ ઉપર પ્રસન્ન થવું હોય, તે તેમાંના આપ એક છે. અમને તમારે મેટો એથે આ કાળમાં મળે અને તેથી જ જિવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org