________________
૨૭૬
શ્રીમદ્ રાજચંદ્ર
સગિત ઉત્તર લખવા ઇચ્છા થાય છે; તેા તે ઇચ્છા પણ ઘણું કરીને ક્વચિત જ પાર પડે છે. એનાં બે કારણ છે. એક તે એ વિષયમાં અધિક લખવા જેવી દશા રહી નથી તે; અને ખીજું કારણ ઉપાધિયાગ. ઉપાધિયાગ કરતાં વર્તતી દશાવાળું કારણ અધિક બળવાન છે; જે દશા બહુ નિઃસ્પૃહ છે; અને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી; અને તેમાં પણ પરમાર્થ વિષે લખતાં કેવળ શૂન્યતા જેવું થયા કરે છે; એ વિષયમાં લેખનશક્તિ તે એટલી બધી શૂન્યતા પામી છે; વાણી પ્રસંગાપાત્ત હજુ એ વિષયમાં કેટલુંક કાર્ય કરી શકે છે; અને તેથી આશા રહે છે કે સમાગમમાં જરૂર ઇશ્વર કૃપા કરશે. વાણી પણ જેવી આગળ ક્રમપૂર્વક વાત કરી શકતી, તેવી હવે લાગતી નથી; લેખનશક્તિ શૂન્યતા પામ્યા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઊગેલી વાત ઘણા નયયુક્ત હોય છે, અને લેખમાં આવી શકતી નથી; જેથી ચિત્ત વૈરાગ્ય પામી જાય છે.
આપે એક વાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યું હતું, તે સંબંધમાં વધારે વાત તે સમાગમે થઈ શકે તેમ છે, અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે. તેપણ ઘણા જ ટૂંકો ઉત્તર લખું છું.
પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમમહાત્મ્યા. ગેાપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્યે જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માને સાક્ષાત્કાર થયે છે, એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐકયભાવના લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માના ઐકયભાવ હેાય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કેઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તેા પરમાત્મા જ છે; અને તેના આળખાણુ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યેાગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ—જ્ઞાનીરૂપ પરમાત્માની—ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવાં શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયા છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હાય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશંસ્યા છે; અધિક શું કહેવું ? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં નમે અરિહંતાણં' પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યાં છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.
બીજું એક પ્રશ્ન (એકથી અધિક વાર) આપે એમ લખ્યું હતું કે વ્યવહારમાં વેપારાદિ વિષે આ વર્ષે જેવું જોઇએ તેવું લાભરૂપ લાગતું નથી; અને કઠણાઇ રહ્યા કરે છે.
પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તેા ચાહીને પરમાત્માની ઇચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ માકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિષે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનક વિદેહીની કઠણાઇ વિષે કંઈ અત્ર કહેવું ભેગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપે કઠણાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટમહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે; તથાપિ કઠણાઈ તે ઘટારત જ હતી, અને હાવી જોઇએ. એ કઠણાઈ માયાની છે; અને પરમાત્માના લક્ષની તા એ સરળાઈ છે, અને એમ જ હેના. × ૪ × રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું; અને દેહધારીરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org