________________
વર્ષ ર૪ મું
૨૮૭ ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચયરૂપ પિતાને માને છે. જેને પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલ જીવ અનાર્યરૂપે પિતાને દૃઢ માને છે અને આર્યત્વને વિષે મતિ કરતો નથી.
માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એ દૃઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે.
પિતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી ગ્યતા ધરાવનારા પુરૂષને સંગ તે સત્સંગ કહ્યો છે. મેટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી.
પૂર્વે થઈ ગયેલા મોટા પુરષનું ચિંતન કલ્યાણકારક છે. તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મેક્ષ તે સત્પરુષ છે.
મેક્ષે ગયા છે એવા (અહંતાદિક) પુરુષનું ચિંતન ઘણું કાળે ભાવાનુસાર મેક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષને નિશ્ચય થયું અને જગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે.
૨૫૦ મુંબઈ, જેઠ સુદ ૧૫, રવિ, ૧૯૪૭ ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણુમાવ પણ હરિ પ્રત્યે યાચવું નહીં,
સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. ગઈ કાલે એક પતું અને આજે એક પત્ર ચિત્ર કેશવલાલ તરફથી મળ્યું. વાંચીને કંઈક તૃષાતુરતા મટી. અને ફરી તેવા પત્ર પ્રત્યેની આતુરતા વર્ધમાન થઈ.
- વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયેગથી કઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે લખ્યું તે એગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાની અકળામણ તે યોગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે, એ દૃઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે, એમ આપે નિઃશંકપણે સમજવું માટે જે થાય તે જોવું; અને પછી જે આપને અકળામણ જન્મ પામે, તે જોઈ લઈશું. હવે સમાગમ થશે ત્યારે એ વિષે વાતચીત કરીશું. અકળામણ રાખશે નહીં. અમે તે એ માર્ગથી તર્યા છીએ.
ચિકેશવલાલ અને લાલચંદ અમારી પાસે આવે છે. ઈશ્વરેચ્છાથી ટગમગ ટગમગ જોઈએ છીએ. ઈશ્વર જ્યાં સુધી પ્રેરે નહીં ત્યાં સુધી અમારે કંઈ કરવું નહીં, અને તે વગર પ્રે કરાવવા ઈચ્છે છે. આમ હોવાથી ઘડી ઘડીમાં પરમાશ્ચર્યરૂપ દશા થયા કરે છે. કેશવલાલ અને લા અમારી દશાના અંશની પ્રાપ્તિની ઈચ્છા કરવી, એ વાત વિષે પ્રેરણા રહે છે. તથાપિ એમ થવા દેવામાં ઈશ્વરેચ્છા વિલંબવાળી હશે. જેથી તેમને આજીવિકાની ઉપાધિમાં મુઝવ્યા છે. અને એને લઈને અમને પણ મનમાં રહ્યા કરે છે; પણ નિરૂપાયતાને ઉપાય હાલ તે નથી કરી શકાતે.
છેટમ જ્ઞાની પુરુષ હતા. પદની રચના બહુ શ્રેષ્ઠ છે. સાકારરૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લેખું છું. આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે.
લિ. આજ્ઞાંતિ રાયચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org