________________
૨૯૦
શ્રીમદ્ રાજચંદ્ર
કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચારવિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. તમને બધાને યથાયેાગ્ય પહોંચે.
૨૫૫
મુંબઈ, અષાડ સુદ ૧૩, ૧૯૪૭
સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી; પરમસ્નેહી છે (!) પરમાનંદજી.
અપૂર્વ સ્નેહમૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહેાંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારે સત્સંગ નિરંતર ઇચ્છીએ છીએ.
અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઇચ્છા રહે છે; પણ જેવી વિગતથી જોઈએ, તેવી વિગતથી લખી શકાય નહીં એટલે વારંવાર લખી નથી. અત્રે ટૂંકામાં લખીએ છીએ.
Jain Education International
એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઇ ગમતું નથી; અમને કેઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઇ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કાણુ શત્રુ છે અને કેણુ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કાઇથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમના કંઈ નિયમ રાખ્યા નથી; જાતભાતના કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દાર્દિક વિષયે। અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી, ,——અથવા ઈશ્વરેચ્છાથી તેની ઇચ્છા રહી નથી; પેાતાની ઇચ્છાએ થેડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હિરએ ઇચ્છેલા ક્રમ દોરે તેમ દેરાઇએ છીએ; હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચ ઇંદ્રિયા શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બેલવાની વૃત્તિએ પાતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે; મન પાતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયેાગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઇક છૂપી રાખીએ છીએ; અને જેટલી છૂપી રખાય છે, તેટલી હાનિ છે. યેાગ્ય વર્તીએ છીએ કે અયેાગ્ય એના કંઇ હિસાબ રાખ્યા નથી. આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મેાક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાના ભંગ થઈ ગયા છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઇએ તેવી પ્રવતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઇ પડ્યો છે; અને એ સર્વના દોષ અમને છે કે હિરને છે, એવા ચાક્કસ નિશ્ચય કરી શકાતા નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઇએ છીએ, દઇએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ. જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે; અને તેનું કારણ માત્ર હિરની સુખદ ઇચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવા નથી.
(અ) સમજાય છે, સમજીએ છીએ, સમજશું; પણ રિ જ સર્વત્ર કારણરૂપ છે. જે મુનિને આપ સમજાવવા ઇચ્છે છે, હાલ ોગ્ય છે, એમ અમે જાણતા નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org