________________
૨૫૬
શ્રીમદ્ રાજચંદ્ર
રહેતા નથી, સ્મૃતિ રહેતી નથી, અથવા ખખર પણ રહેતી નથી, તે માટે શું કરવું ? શું કરવું એટલે કે વ્યવહારમાં બેઠાં છતાં એવી સર્વોત્તમ દશા ખીજા કોઈને દુઃખરૂપ ન થવી જોઇએ, અને અમારા આચાર એવા છે કે વખતે તેમ થઈ જાય. બીજા કોઇને પણ આનંદરૂપ લાગવા વિષે હરિને ચિંતા રહે છે; માટે તે રાખશે. અમારું કામ તે તે દશાની પૂર્ણતા કરવાનું છે, એમ માનીએ છીએ; તેમ ખીજા કોઈને સંતાપરૂપ થવાના તે સ્વપ્ને પણ વિચાર નથી. બધાના દાસ છીએ, ત્યાં પછી દુઃખરૂપ કાણુ માનશે ? તથાપિ વ્યવહાર-પ્રસંગમાં હિરની માયા અમને નહીં તે સામાને પણ એકને બદલે ખીજું આરપાવી દે તે નિરુપાયતા છે, અને એટલા પણ શેક રહેશે. અમે સર્વ સત્તા હિરને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું ? પરમાનંદરૂપ હિરને ક્ષણુ પણ ન વીસરવા એ અમારી સર્વે કૃતિ, વૃત્તિ અને લેખના હેતુ છે.
મુંબઈ, વૈશાખ વદ ૮, રિવ, ૧૯૪૭
૨૪૨ ૐ નમઃ
શા માટે કંટાળા આવે છે, આકુળતા થાય છે? તે લખશે. અમારા સમાગમ નથી, તે માટે તેમ થાય છે, એમ જણાવવાનું હાય, તે અમારે સમાગમ હાલ ક્યાં કરાય એવું છે? અત્રે કરવા દેવાને અમારી ઇચ્છા નથી રહેતી. બીજે કોઈ સ્થળે થવાના પ્રસંગ ભવિતવ્યતાના જોગ ઉપર છે. ખંભાત આવવા માટે પણ જોગ બની શકે તેવું નથી.
પૂજ્ય સેાભાગભાઇના સમાગમ કરવાની ઇચ્છામાં અમારી અનુમતિ છે. તથાપિ હજુ તેમના સમાગમ તમને હમણાં કરવાનું કારણ નથી; એમ જાણીએ છીએ.
અમારા સમાગમ તમે (બધા) શા માટે ઇચ્છા છે, તેનું સ્પષ્ટ કારણ જણાવે તે તે જાણવાની વધારે ઇચ્છા રહે છે.
પ્રબોધશતક' માકલ્યું છે તે પહેાંચ્યું હશે. તમે બધાને એ શતક શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવા જોગ છે. એ પુસ્તક વેદાંતની શ્રદ્ધા કરવા માટે મોકલ્યું નથી, એવા લક્ષ સાંભળનારને પ્રથમ થવા જોઇએ. બીજા કંઈ કારણથી માકલ્યું છે, જે કારણ ઘણું કરીને વિશેષ વિચારે તમે જાણી શકશેા. હાલ તમાને કોઈ તેવું બાધક સાધન નહીં હોવાને લીધે એ શતક ઠીક સાધન છે, એમ માની માકલ્યું છે, એમાંથી તમારે શું જાણવું જોઈએ, તેના તમારે વિચાર કરવા. સાંભળતાં કેાઈએ અમારા વિષે આશંકા કરવી નહીં કે, એમાં જે કંઈ મતભાગ જણાવ્યા છે, તે મત અમારે છે; માત્ર ચિત્તની સ્થિરતા માટે એ પુસ્તકના ઘણા વિચારા કામના છે, માટે માકલ્યું છે, એમ માનવું. ભાઈ દામાદર અને મગનલાલના હસ્તાક્ષરના કાગળ ઇચ્છીએ છીએ. તેમાં તેમના વિચાર જણાય તેટલા માટે.
મુંબઈ, જેઠ સુદ ૭, શનિ, ૧૯૪૭
૨૪૯ ૐ નમઃ
કરાળ કાળ હેાવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ, ત્યાં તે કરી શકતા નથી. સદ્ધર્મને ઘણું કરીને લેાપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યા છે. સદ્ધર્મના જોગ સત્પુરુષ વિના હાય નહીં; કારણ કે અસમાં સત્ હેતું નથી.
ઘણું કરીને સત્પુરુષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને કયાંથી પ્રાપ્ત હેાય ? અને અમુક કાળ વ્યતીત થયાં છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org