________________
૨૭૮
શ્રીમદ્ રાજચંદ્ર માટે પ્રમાદ ભાવ કરો એગ્ય જ નથી, માત્ર પૂર્વની કોઈ ગાઢી પ્રતિબદ્ધતા હોય, તે આત્મા તે એ વિષયે અપ્રમત્ત હોવો જોઈએ.
તમારી ઈચ્છાને ખાતર કાંઈ પણ લખવું જોઈએ, જેથી પ્રસંગે લખું છું. બાકી હમણાં સત્કથાને લેખ કરી શકાય તેવી દશા (ઈચ્છા ?) નથી.
બેનાં પત્ર ન લખવા પડે, માટે આ એક તમારું લખ્યું છે. અને તે જેને ઉપયેગી થાય તેનું છે. તમારા પિતાજીને મારા યથાગ્ય કહેજે, સંભાર્યા છે એમ પણ કહેજે. વિ૦ રાયચંદ
૨૨૭
મુંબઈ, ફાગણ, ૧૯૪૭ તરતમાં કે નિયમિત વખતે પત્ર લખવાનું બની શકતું નથી. તેથી વિશેષ ઉપકારને હેતુ થવાનું યથાગ્ય કારણ ઉપેક્ષિત કરવું પડે છે, જે માટે ખેદ થાય તો પણ પ્રારબ્ધનું સમાધાન થવાને અર્થે તે બેય પ્રકાર ઉપશમાવવા યોગ્ય છે.
૨૨૮
મુંબઈ, ફાગણ, ૧૯૪૭ સદુપદેશાત્મક સહજ વચને લખવાં હોય ત્યાં પણ લખતાં લખતાં વૃત્તિ સંક્ષિપ્તપણને પામે છે; કેમ કે તે વચનની સાથે સમસ્ત પરમાર્થ માર્ગની સંધિ મળેલી હોય છે, તે વાંચનારને ગ્રહણ થવી દુષ્કર થાય અને વિસ્તારથી લખતાં પણ ક્ષપશમ ઉપરાંત વાંચનારને અવગાહવું કઠણ પડે. વળી લખવામાં કાંઈક બાહ્યાકાર ઉપગની પ્રવૃત્તિ કરવી પડે તે પણ થઈ શકતી નથી. આમ અનેક કારણસર પત્રની પહોંચ પણ કેટલીક વાર લખાતી નથી.
મુંબઈ, ફાલ્યુન, ૧૯૪૭ અનંતકાળથી જીવને અસત્ વાસનાને અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પણ સત્ સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; ક્વચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળને જે મિથ્યા અભ્યાસ છે, તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત્ સતના અંશ પર આવરણ આવે છે. સત્ સંબંધી સંસ્કારની દૃઢતા થવા સર્વ પ્રકારે લેકલજજાની ઉપેક્ષા કરી સત્સંગને પરિચય કરવો શ્રેયસ્કર છે. લેકલજજા તે કઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગને લેકસમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુઃખદાયક થતી નથી. માત્ર ચિત્તને વિષે સત્સંગના લાભને વિચાર કરી નિરંતર અભ્યાસ કરે તે પરમાર્થને વિષે દ્રઢતા થાય છે.
૨૩૦ મુંબઈ, ચૈત્ર સુદ ૪, રવિ, ૧૯૪૭ એક પત્ર મળ્યું કે જે પત્રમાં કેટલાક જીવને મેગ્યતા છે, પણ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે. એ વિષે આગળ આપને ઘણું કરીને ગૂઢ ગૂઢ પણ ખુલાસે કરેલ છે. તથાપિ આપ વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામય છે જેથી તે ખુલાસે વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી. વળી આપને સ્મરણ રહેવા લખું છું કે જ્યાં સુધી ઈશ્વરેચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી, તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કહેવું ? આપ તે કરુણામય છો. તથાપિ અમારી કરુણ વિષે કેમ લક્ષ આપતા નથી અને ઈશ્વરને સમજાવતા નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org