________________
શ્રીમદ્ રાજચંદ્ર
૨૩૭ મુંબઈ, ચૈત્ર વદ ૨, શનિ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ ત્રિભવન, પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી.” એ વાક્યને અર્થ સમાગમે પૂછજો. પરમ સમાધિરૂપ જ્ઞાનીની દશાને નમસ્કાર.
વિ. રાયચંદના પ્રણામ. ૨૩૮
મુંબઈ, ચૈત્ર વદ ૩, રવિ, ૧૯૪૭ તે પૂર્ણ પદને જ્ઞાનીઓ પરમ પ્રેમથી ઉપાસે છે. ચારેક દિવસ પહેલાં આપનું પત્ર મળ્યું. પરમ સ્વરૂપના અનુગ્રહથી અત્ર સમાધિ છે. આપની ઈચ્છા સદુવૃત્તિઓ થવા રહે છે, એ વાંચી વારંવાર આનંદ થાય છે.
ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને “સત્’ પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવાં પરમ દુર્લભ છે, અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એ “સત્સંગ” તે પ્રાપ્ત થે એ તે પરમ પરમ દુર્લભ છે. મેટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તે એ છે કે “સત્સંગને જગ થ જીવને બહુ કઠણ છે; અને એમ હોવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી ચૌદ રાજલક પ્રજવલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિધતાપ–અગ્નિથી બળ્યા કરે છે તેને પરમ કારણ્યમૂતિને બોધ એ જ પરમ શીતળ જળ છે, તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હેવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી. “સત્રને વિષે પ્રીતિ, “સરૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેને માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તકો અને વૈરાગી, સરળ ચિત્તવાળાં મનુષ્યને સંગ અને પિતાની ચિત્તશુદ્ધિ એ સારાં કારણો છે. એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. અત્ર સમાધિ છે.
૨૩૯
મુંબઈ, ચૈત્ર વદ ૭, ગુરુ, ૧૯૪૭ “આપ્યું સોને તે અક્ષરધામ રે. ગઈ કાલે એક કૃપાપત્ર મળ્યું હતું. અત્ર પરમાનંદ છે.
જેકે ઉપાધિસંયુક્ત કાળ ઘણે જાય છે, ઈશ્વરેચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે અને યોગ્ય છે, એટલે જેમ ચાલે છે તેમ ઉપાધિ હો તે ભલે, ન હો તેપણ ભલે, જે હોય તે સમાન જ છે.
જ્ઞાનવાર્તા સંબંધી અનેક મંત્ર આપને જણાવવા ઈચ્છા થાય છે તથાપિ વિરહકાળ પ્રત્યક્ષ છે, એટલે નિરૂપાયતા છે. મંત્ર એટલે ગુખભેદ. એમ તે સમજાય છે કે ભેદને ભેદ ટળે વાસ્તવિક સમજાય છે. પરમ અભેદ એવું “સત્ સર્વત્ર છે. .
વિ. રાયચંદ ૨૪૦ મુંબઈ, ચૈત્ર વદ ૯, રવિ, ૧૯૪૭ ગઈ કાલે પત્ર અને પ. પૂજ્ય શ્રી સેભાગભાઈનું પતું સાથે મળ્યું.
વિનયભર્યો કાગળ સહર્ષ તેમને તમે લખો. વિલંબ થયાનું કારણ સાથે જણાવજે. સાથે જણાવજે કે રાયચંદે આ વિષે બહુ પ્રસન્નતા દર્શાવી છે.
હાલ મને મુમુક્ષુઓને પ્રતિબંધ પણ જોઈ નહતો. કારણ કે મારી તમને પિષણ આપવાની હાલ અશકયતા વર્તે છે. ઉદયકાળ એ જ છે. માટે સોય જેવા પુરુષ પ્રત્યેને પત્રવ્યવહાર
૧. ભાગભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org