________________
૨૭૪
શ્રીમદ્ રાજચંદ્ર જગતનું કોઈ “અધિષ્ઠાન હોવું જોઈએ, એમ ઘણુંખરા મહાત્માઓનું કથન છે. અને અમે પણ એમ જ કહીએ છીએ કે “અધિષ્ઠાન છે. અને તે “અધિષ્ઠાન તે હરિ ભગવાન છે. જેને ફરી ફરી હદયદેશમાં જોઈએ છીએ. - “અધિષ્ઠાન વિષે તેમ જ ઉપલાં કથન વિષે સમાગમે અધિક સત્યથા થશે. લેખમાં તેવી આવી શકશે નહીં. માટે આટલેથી અટકું છું.
જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ છે કે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ જેને આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે, તેમ રહ્યું જાય છે. અને જેમ પ્રારબ્ધકર્મને ઉદય તેમ વર્તતાં તેમને બાધ હોતું નથી. દેહ સહિતનું જેનું અહંપણું મટી ગયું છે, એવા તે મહાભાગ્યને દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતે હતે; તે પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય?
શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે, અને તે ખરું છે; તથાપિ તેમની ગતિ વિષે જે ભેદ બતાવ્યું છે તેનું જુદું કારણ છે. અને ભાગવતાદિકમાં તે જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તે પરમાત્મા જ છે પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તે જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે. અને તમારા સમાગમે હવે તે વિશેષ ચર્ચશું લખ્યું જતું નથી.
સ્વર્ગ-નરકાદિની પ્રતીતિને ઉપાય વેગમાર્ગ છે. તેમાં પણ જેમને દૂરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે તેની પ્રતીતિ માટે એગ્ય છે. સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઈ પડી છે. જ્ઞાનમાર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી, પણ તે બધાં છે, એ જરૂર.
મેક્ષ જેટલે સ્થળે બતાવ્યું છે તે સત્ય છે. કર્મથી, ભ્રાંતિથી અથવા માયાથી છૂટવું તે મેક્ષ છે. એ મોક્ષની શબ્દવ્યાખ્યા છે.
જીવ એક પણ છે અને અનેક પણ છે. અધિષ્ઠાનથી એક છે. જીવરૂપે અનેક છે. આટલે ખુલાસે લખ્યું છે, તથાપિ તે બહુ અધૂર રાખે છે. કારણ લખતાં કેઈ તેવા શબ્દો જડ્યા નથી. પણ આપ સમજી શકશે, એમ મને નિઃશંકતા છે.
તીર્થંકરદેવને માટે સખત શબ્દો લખાયા છે માટે તેને નમસ્કાર.
૨૧૯
મુંબઈ, ફાગણ વદ ૧, ૧૯૪૭ “એક દેખિયે, જાનિયે”૧ એ દેહા વિષે આપે લખ્યું, તે એ દેહાથી અમે આપને નિઃશંકતાની દૃઢતા થવા લખ્યું નહોતું, પણ સ્વભાવે એ દેહો પ્રશસ્ત લાગવાથી લખી મોકલે હતે. એવી લય તે ગોપાંગનાને હતી. શ્રીમદ્ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમભક્તિ વર્ણવી છે, તે પરમાહાદક અને આશ્ચર્યક છે.
“નારદ ભક્તિસૂત્ર” એ નામનું એક નાનું શિક્ષાશાસ્ત્ર મહર્ષિ નારદજીનું રચેલું છે, તેમાં પ્રેમભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કર્યું છે. ઉદાસીનતા ઓછી થવા આપે બે ત્રણ દિવસ અત્ર દર્શન દેવાની કૃપા બતાવી, પણ તે
૧. એક દેખિયે જનિયે, રમી રહિયે ઈક કોર;
સમલ વિમલ ન વિચારિયે, યહ સિદ્ધિ નહિં ર. - સમયસારનાટક. જીવઠાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org