________________
વર્ષ ૨૪ મું
ર૭૩ ૨૧૮ મુંબઈ, ફાગણ સુદ ૧૩, સેમ, ૧૯૪૭
સર્વાત્મા હરિને નમસ્કાર સત્ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે.
સત્ છે. કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે, અને તે પ્રાપ્તિને ઉપાય છે.
ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓને લક્ષ એક “સતું જ છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક રીતે ભેદ નથી.
લેકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે, અનેક રૂપ નવાં થાય છે, અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે, એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું, તે દેખાય છે, અને ક્ષણમાં ઘણાં દીર્ઘ વિસ્તારવાળાં રૂપ લય પામ્યાં જાય છે. મહાત્માના વિદ્યમાને વર્તતું લેકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે, પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ “સ' નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે બ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી, એમ સમજાય છે. બાળજીવ તે તે સ્વરૂપને શાશ્વતરૂપ માની લઈ બ્રાંતિમાં પડે છે, પણ કોઈ જગજીવ એવી અનેકતાની કહેણીથી ચૂંઝાઈ જઈ “સ તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. “બ્રાંતિ'નું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાને મેટા પુરુષને એ જ ઉદેશ છે કે તે સ્વરૂપને વિચાર કરતાં પ્રાણ બ્રાંતિ પામે કે ખરું શું ? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું, અને મને શું કલ્યાણકારક? એમ વિચારતાં વિચારતાં એને એક ભ્રાંતિને વિષય જાણી, જ્યાંથી “સની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણુ વગર છૂટકે નથી, એમ સમજી તે શોધી, શરણપન્ન થઈ “સત્’ પામી “સત્રૂપ હોય છે.
જૈનની બાહ્યશૈલી જતાં તે અમે તીર્થકરને સંપૂર્ણજ્ઞાન હેય એમ કહેતાં ક્રાંતિમાં પડીએ છીએ. આને અર્થ એ છે
. આને અર્થ એ છે કે જૈનની અંતશૈલી બીજી જોઈએ. કારણ કે “અધિષ્ઠાન વગર આ જગતને વર્ણવ્યું છે, અને તે વર્ણન અનેક પ્રાણુઓ, વિચક્ષણ આચાર્યોને પણ બ્રાંતિનું કારણ થયું છે. તથાપિ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ, તે એમ લાગે છે કે તીર્થંકરદેવ તે જ્ઞાની આત્મા હોવા જોઈએ, પણ તે કાળ પરત્વે જગતનું રૂ૫ વર્ણવ્યું છે, અને લેકે સર્વકાળ એવું માની બેઠા છે, જેથી બ્રાંતિમાં પડ્યા છે. ગમે તેમ હો, પણ આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળે પ્રાણ થ દુર્લભ સંભવે છે, કારણ કે ખરાબે ચઢેલું વહાણ, અને તે પણ જૂનું એ ભયંકર છે. તેમ જ જૈનની કથની ઘસાઈ જઈ, “અધિકાન” વિષયની બ્રાંતિરૂપ ખરાબે તે વહાણ ચહ્યું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે.
તીર્થકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન વગર આ જગત વર્ણવ્યું છે, તેનું શું કારણ? શું તેને “અધિષ્ઠાનનું જ્ઞાન નહીં થયું હોય? અથવા અધિષ્ઠાન' નહીં જ હોય? અથવા કેઈ ઉદ્દેશે છુપાવ્યું હશે ? અથવા કથન ભેદે પરપરાએ નહીં સમજાયાથી “અધિષ્ઠાન વિષેનું કથન લય પામ્યું હશે ? આ વિચાર થયા કરે છે. જો કે તીર્થંકરને અમે મેટા પુરુષ માનીએ છીએ, તેને નમસ્કાર કરીએ છીએ, તેના અપૂર્વ ગુણ ઉપર અમારી પરમ ભક્તિ છે, અને તેથી અમે ધારીએ છીએ કે “અધિષ્ઠાન તે તેમણે જાણેલું, પણ લેકેએ પરંપરાએ માર્ગની ભૂલથી લય કરી નાખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org