________________
૨૬૨
શ્રીમદ્ રાજચંદ્ર વિશેષ વર્ણન કર્યું હોય તે ભાગ વાંચવાને લક્ષ છે કરજો અને જીવે શું નથી કર્યું ? ને હવે શું કરવું? એ ભાગ વાંચવાને, વિચારવાને વિશેષ લક્ષ રાખજે. 1 કઈ પણ બીજાઓ, ધર્મક્રિયાને નામે જે તમારા સહવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતા હોય તેને નિષેધશે નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઈરછા અંગીકાર કરી છે, તે પુરુષને કઈ પણ પ્રકારે પ્રગટ કરશે નહીં. માત્ર કોઈ દૃઢ જિજ્ઞાસુ હોય તે તેને લક્ષ માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરશે તે પણ જે તે ઈચ્છા રાખતા હોય તે). બાકી હાલ તે તમે સર્વ પિતપતાના સફળ પણ અર્થે મિથ્યા ધર્મવાસનાઓને, વિષયાદિકની પ્રિયતાને, પ્રતિબંધને ત્યાગ કરતાં શીખજે. જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી, આ અમારે નિશ્ચય છે.
આ વાત તમે જે વાંચે તે સુજ્ઞ મગનલાલ અને ઇટાલાલને કઈ પણ પ્રકારે સંભળાવ વંચાવજે.
યેગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિશ્વ છે.
૧૯ મુંબઈ, માહ સુદ ૧૧, ગુરુ, ૧૯૪૭ ઉપાધિના વેગને લીધે શાસ્ત્રવચન જે ન થઈ શકતું હોય તે હમણું તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી છેડે પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિને લક્ષ રાખવાનું સ્મરણ રાખજો.
જેટલે વખત આયુષ્યને એટલે જ વખત જીવ ઉપાધિને રાખે તે મનુષ્યત્વનું સફળ થવું કયારે સંભવે? મનુષ્યત્વના સફળ૫ણ માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એ નિશ્ચય કરે જોઈએ. અને સફળપણું માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે.
ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે એ મહા લક્ષ રાખી તેવી મિથ્યા વાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશે.
૨૦૦
મુંબઈ, માહ સુદ, ૧૯૪૭
વચનાવલી ૧. જીવ પિતાને ભૂલી ગયા છે, અને તેથી સસુખને તેને વિગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે.
૨. પિતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું.
૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લેકલજાદિ કારણેથી અજ્ઞાનને આશ્રય છોડતું નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.
૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પિતાની ઈચ્છાઓ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો.
૫. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.
* ૬. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org