________________
૨૬૦
શ્રીમદ્ રાજચંદ્ર છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલે છે. જોકે તેણે જપ, તપ, શાસ્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા ગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.
સૂયગડાંગસૂત્રમાં કષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગ ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે :
હે આયુષ્યમને! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.
સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે - ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષે માર્ગ પામીને એક્ષપ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાને લક્ષ છે.
आणाए धम्मो आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર)
સર્વ સ્થળે એ જ મોટા પુરુષોને કહેવાનું લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયું નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વછંદ છે અને જેણે સ્વછંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લેકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાને સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારે. અને એ વિચારતાં અમને જે કંઈ યેગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જે કંઈ યોગ્યતા લાવશે તે ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષને જ રાખજે.
બાકી બીજાં બધાં સાધન પછી કરવાં મેગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. (વિકલ્પથી) લાગે તે જણાવશે કે જે કંઈ યેચ હોય તે જણાવાય.
૧૯૫
મુંબઈ, પિષ, ૧૯૪૭ સસ્વરૂપને અભેદરૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પ મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કર અવશ્ય છે –
અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ ક થતી નથી? અને તે શું કરવાથી થાય ?”
આ વાકયમાં અનંત અર્થ સમાયેલું છે; અને એ વાકયમાં કહેલી ચિંતા કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી, અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તે એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું? તે જણાય છે.
૧. પ્રથમ શ્રુતસ્કંધ દ્વિતીય અધ્યયન ગાથા ૩૧-૩ર. ૨, જુઓ અંક ૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org